Charchapatra

આજનો જમાનો- મર્જ અને ભ્રષ્ટાચારનું દર્દ

આઝાદીના 78 વર્ષમાં મર્દ નો નહીં પણ મર્જનો જમાનો ચાલી રહ્યો છે. બ્રિટિશ યુગમાં શરૂ થયેલી ટપાલ વિભાગની સેવા રજીસ્ટર પૉસ્ટ અનેક રીતે ઉપયોગમાં લેવાતી જેમ કે અંતર દેશી સાદી ટપાલ, સ્પીડ પોસ્ટ, તાર-ટપાલ આમ સમયના આધારે બદલાવ થતો ગયો અને કરવો જોઈએ. પરંતુ રજીસ્ટર વિભાગ એ ઉપયોગ આજે પણ ઘટ્યો નથી. જેમ કે વકીલ, શિક્ષક, ડોક્ટર, રીટાયર નાગરિકો અન્ય વિદેશમાં મોકલાતી વસ્તુની આપ લે માટે રજીસ્ટર.એડી વધુ વિશ્વસનીય અને ગ્રાહકને પોસાય તેવી કિંમતે સેવા મળતી છે. આજે સેવા મર્જ કરીને ભારતીય નાગરિકો માટે મોંઘવારી થોપવાનો એક નવો કીમિયો હોય તે કહેવું ખોટું નથી.

સ્પીડ પોસ્ટમાં મર્જ થઈ જશે તે સાથે પોસ્ટનો ભાવ પણ વધશે. પહેલા શાળા મર્જ કરી તે પછી મહાનગરપાલિકાની અમુક ડ્રેનેજ વિભાગની ગટરો મર્જ કરી જે કેદારના મૃત્યુ પછી ખબર પડી ગટર મર્જ છે. નેતાઓ જે પગાર લે છે, તેમાં મર્જ કઈ રીતે કરી નાગરિકોના મોંઘવારી સામે લાભ આપવો તે વિચાર કરતા થશે તો ભારત આગળ વધશે. અહીં સેવા લેવા માટે નાગરિકો તૈયાર છતાં પણ તેને મર્જ કરી ભ્રષ્ટાચાર થશે. બ્રિજ PPP ધોરણે ડેવલપમેન્ટ થાય પણ ગુણવત્તા નામે અંગ્રેજો સારા સાબિત થયા છે. મેક ઈન ઇન્ડિયા વાળા બ્રિજ ટકાઉ સાબિત ન થયા. મર્જ એ ઉપાય નહીં પણ તંત્રની કામચોરી છે. કોઈ નેતા મર્જ પર બોલી શકે પણ સિસ્ટમ સામે ભ્રષ્ટાચાર સામે કેમ બોલી શકતા નથી.
તાપી    – ચૌધરી હરીશકુમાર

Most Popular

To Top