મહારાષ્ટ્રથી ૐ પીપળેશ્વર ક્રિડા મંડળના 300 ગોવિંદાની ટીમ વડોદરા આવી
(પ્રતિનિધિ) વડોદરા તા.17
વડોદરા મહાનગર પાલિકાના ઇલેક્શન વોર્ડ નં. 9 ના યુવા કાઉન્સીલર શ્રી રંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મટકી ફોડ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ મુંબઈથી 300 ગોવિંદા આવ્યા હતા.
વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નં. 9 ના યુવા કાઉન્સીલર શ્રી રંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 17વર્ષથી જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. વડોદરામા સૌપ્રથમ કાઉન્સીલર શ્રી રંગ રાજેશ આયરે અને પૂર્વ કાઉન્સીલર રાજેશ આયરે દ્વારા મટકી ફોડ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી અને આજે તેના પગલે પગલે શહેર ભરમાં મટકી ફોડના કાર્યક્રમ યોજવામાં આવે છે. જન્માષ્ટમી અને નંદ મહોત્સવ પર્વે આ મહોત્સવની શરૂઆત ઝાંસી કી રાણી સર્કલ સ્થિત રાજેશ આયરેના નિવાસસ્થાનેથી મોટી સંખ્યામાં આદિવાસી નૃત્ય, ઢોલ,ત્રાસા, વક્રતુંડ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ મહોત્સવમાં ખાસ કરીને મહારાષ્ટ્ર થી ૐ પીપળેશ્વર ક્રિડા મંડળના 300 ગોવિંદા વડોદરા આવે છે જે આખો દિવસ વડોદરામાં રહીને વિવિધ વિસ્તારોમાં મટકી ફોડ કાર્યક્રમમાં હાજરી આપે છે પ્રથમ મટકી ન્યુ અલકાપુરી ગોત્રી રળિયાતનગરમાં ફોડવામાં આવી હતી ગોવિંદા દ્વારા ઊંચાઈ પરની મટકીને ગણતરીની મિનિટોમાં ફોડવામાં આવે છે અને સૌ પ્રથમ વખત પિરામિડ બનાવીને સલામી આપ્યા બાદ બીજી વખત પિરામિડ મટકી ફોડવામાં આવી હતી ત્યારબાદ બીજી મટકી ઉડેરા સ્થતિ રૂબી સર્કલ પર,ત્રીજી મટકી સહયોગ સોસાયટી રોડ હરિધામ પાસે ઘનશ્યામ પાર્ક, ઉદય પાર્ક ત્યારબાદ સાંજે રાજેશ ટાવર રોડ નંદાલય હવેલી, સ્વામી વિવેકાનંદ હાઈટ્સ અક્ષર એપાર્ટમેન્ટ, ગોરવા આઈ ટી આઈ, ગોત્રી રોડ કિશન કોમ્પ્લેક્ષ, અને છેલ્લી મટકી ઇલોરાપાર્ક સાઈબાબા મંદિર પાસે ફોડવામાં આવી હતી આ મહોત્સવ દરમ્યાન કાઉન્સીલર શ્રીરંગ રાજેશ આયરે, પૂર્વ કાઉન્સીલર રાજેશ આયરે, પૂર્ણિમાબેન આયરે શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, વિસ્તારના આગેવાનો તેમજ હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.