ખેડા જિલ્લાના ખાણ ખનીજ વિભાગે ભુમાફિયા સામે કાર્યવાહી કરી
ખેડા જિલ્લાના માતરના મહેલજના ભાઠા વિસ્તારમા ખાણ ખનીજ વિભાગની ટીમે રાત્રીના સમયમાં રેડ કરતા વધુ એક વખત ભુમાફિયાઓના 3 જેસીબી સહીત 4 ડમ્પર સહિત 7 વાહન ઝડપી પાડ્યા હતા.

ખાણ ખનીજ વિભાગ દ્વારાઅંદાજિત 2 કરોડ 75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સ્વતંત્રતાની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રની સંપત્તિની ચોરી કરતાં ભુમાફિયા ઉપર ખાણ ખનીજની ટીમે સપાટો બોલાવી નાખ્યો હતો.
ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા માતરના મહેલજમા રાત્રીના 3 કલાકે કરવામાં આવી રેડ કરવામાં આવી હતી.રાત્રી દરમ્યાન માતર તાલુકાના મહેલજ-ભાંઠા વિસ્તાર, ખાતે આકસ્મિક રેડ કરી સાદી માટી ભરી જતા વાહનો અટકાવી કબજે કર્યા હતા.
ખનીજનું ગેરકાયદેસર ખનન કરતા 3 જેસીબી અને 4 ડમ્પર માતર પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં મુકવામાં આવ્યા હતા.