વડોદરા તારીખ 15
15મી ઓગસ્ટને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા ડોગ અને બોમ્બ સ્કોડ સાથે વડોદરા રેલ્વે સ્ટેશન પર વિવિધ વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. પોલીસ કાફલાને જોઈને એક તબક્કે મુસાફરોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.
15 મી ઓગસ્ટ હોય કે પછી 26 જાન્યુઆરી ઉપરાંત અન્ય કોઈ તહેવાર આવતો હોય રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવતું હોય છે. દરમિયાન આજે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે પણ રેલ્વે સ્ટેશન પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને રેલવે પોલીસ દ્વારા ડોગ અને બોમ્બ સ્કોડ સાથે સ્ટેશનના અલગ અલગ વિભાગમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ડોગ અને બોમ્બ સ્કોડ સાથે પોલીસને જોઈને મુસાફરોમાં એક તબક્કે ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો પરંતુ મુસાફરોની સુરક્ષાને પ્લેટફોર્મ, મુસાફરખાના પાર્કિંગ, વેઇટિંગ રૂમ સહિતના વિસ્તારમાં ડોગ સ્કોડ દ્વારા પોલીસે રૂટીન ચેકિંગ કર્યું હતું.