ગુજરાત મિત્ર ન્યૂઝ
ડભોઇ:
ડભોઇ તાલુકાના કનાયડા ગામની જર્જરિત માધ્યમિક શાળાનું મકાન અભ્યાસ કરતા બાળકો માટે ખુબજ જોખમી હતું. જેથી બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી શાળાના જર્જરીત બિલ્ડિંગને તોડી પડાયું હતું. જે બાદમાં નવીન શાળા બનાવવા માટે ખાત મુહૂર્ત કરાયું હતું. જેનું લોકાર્પણ પણ ધારાસભ્ય હસ્તેજ કરાયું છે.
ડભોઇ તાલુકાના કનાયડા ગામે પડું પડું થઈ રહેલ જોખમી જર્જરિત શાળા ને ઉતારી તેના નવીન બિલ્ડિંગ બનાવવા માટે ની રૂ. ૧.૦૦ કરોડ ની ગ્રાન્ટ ફાળવી ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા હસ્તે ખાત મુહૂર્ત કરાયું હતું.એક વર્ષ ના સમય દરમિયાન શાળાની નવું આધુનિક બિલ્ડિંગ બની ગયું છે.ત્યારે નવીન શાળાનું લોકાર્પણ પણ ધારાસભ્ય હસ્તે જ કરાયું છે.ત્યારે કનાયડા તેમજ આસપાસ ના ગામોના વિદ્યાર્થીઓ અહીં સારું અને સુવિધાસભર શિક્ષણ મેળવી શકશે તેવી આશા સાથે ગ્રામજનોએ ધારાસભ્ય નો આભાર માન્યો હતો.
આ પ્રસંગે ગામડી કનાયડા ના સરપંચ સહિત ગ્રામજનો, શિક્ષકો,જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ (વકીલ),તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય, સરપંચ તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.