તો સોસાયટીમાં પાડોશીઓ નક્કી કરશે કૂતરું પાળી શકશો કે નહીં? તે અંતર્ગત, ડોગ લાઇસન્સ માટે સોસાયટી ચેરમેન-પાડોશીના બાંહેધરી ફરજિયાત તેમજ સોસાયટીમાં રહેતા હોય તો આસપાસના 10 પાડોશીઓનાં બાંહેધરી જરૂરી હોય, આમ પાલતું કૂતરા માટે ફરજિયાતપણે લાઈસન્સ લેવાની કામગીરી પાલિકાએ હાલ મોકૂફ રાખેલ છે. ખેર, હડકવા એ વિષાણુ દ્વારા થતો ખૂબ ગંભીર રોગ છે. આ રોગ વ્યક્તિના ચેતાતંત્ર અને માનસતંત્ર પર હુમલો કરે છે અને તેનો ચેપ મગજ સુધી પહોંચતા માણસ મૃત્યુ પામે છે. આ રોગ સૌથી જૂના-પુરાણા રોગોમાંનો એક છે.
અથર્વવેદમા પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રોગનો સૌપ્રથમ ઉલ્લેખ મોસોપોટેમિયન પુસ્તક ‘એષ્નુન્નાના કાયદા’માં જોવા મળે છે. આ રોગ મોટે ભાગે ગરમ લોહી ધરાવતા એવા ભૂચર અને ખેચર સસ્તન પ્રાણીઓમાં જોવા મળે છે, દા.ત. કૂતરા, વરૂ, શિયાળ, બિલાડી, જંગલી બિલાડા, સિંહ, ગાય, ભેંસ, વાંદરા, માંકડા, ચામાચિડીયા, મનુષ્ય, વગેરે! અલબત, હડકાયા માણસના અપલક્ષણોમાં પ્રાથમિક લક્ષણો માથુ દુઃખવું, તાવ આવવો, નબળાઈ આવવી, ખોટી ચિંતા, મૂંઝવણ, હતાશા, વિચિત્ર વર્તન, અતાર્કિક વિચારો, આક્રમકતા વગેરે છે, જ્યારે હડકવા ઉપડ્યા પછીના લક્ષણો અત્રે નિમ્ન લિખિત રહેલા છે, જેમ કે,બીજા માણસોને કે જાનવરને કરડવા દોડવું,બચકા ભરવા, વિચિત્ર વિચારો આવવા, વિચિત્ર વર્તન, હિંસક વર્તન, ખૂબ જ ગુસ્સો પ્રદર્શિત કરવો, પાણીથી ભય લાગવો, દૂર ભાગવું.
ગોપીપુરા, સુરત- સુનીલ રાજેન્દ્ર બર્મન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.