શિનોર :
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં તેરસા ગામે શ્રમજીવી પરિવારને ત્યાં શોટ સર્કિટથી આગ લાગતા ભારે નુકસાન થવા પામ્યુ છે.
શિનોર તાલુકાના તેરસા ખાતે નવી નગરીમાં રહેતા સુનિતાબેન વસાવાના ધરે શોર્ટ સર્કિટથી આગ લાગતા ઘરવખરી સામાન તેમજ શાળામાં અભ્યાસ કરતા બાળકોના ચોપડાઓ પણ બળીને ખાક થયાં હતા. બાળકો દિવ્યા વસાવા ધોરણ આઠમાં અભ્યાસ કરે છે તેમજ ખુશ્બુ વસાવા ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે. અચાનક શોર્ટ સર્કિટ આગ લાગતા બાળકોના પુસ્તકો તેમજ એલઈડી ટીવી, પંખા ઈલેક્ટ્રીક, વાયરીંગ બળીને ખાક થઈ જતા શ્રમજી પરિવાર માથે આભ ફાટ્યું છે. તો પરિવારને સરકાર તરફથી કઈ યોગ્ય વળતર મળે અને બાળકોના ભવિષ્યની ચિંતા કરીને બાળકોને પુસ્તકો મળી રહે એવી સુનીતા વસાવા માંગ કરી રહ્યા છે. એકલવાયુ જીવન જીવતા સુનિતાબેન વસાવા પોતાની ત્રણ પુત્રીઓની સાથે રહે છે. સરકાર તરફથી યોગ્ય સહાય મળે તેવી માંગ ઉઠી છે.