લીમખેડા :
સેવા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ બાર ,તા.લીમખેડા દ્વારા ગામ. રસુલપુર તા.મોરવા(હડફ )જી. પંચમહાલ પ્રા.શાળામાં અભ્યાસ કરતા 18 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી.સેવાભાવી
શિક્ષકશ્રી ભૂપેન્દ્રસિંહ પી. બારીયાના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.શાળાના આચાર્ય તથા શાળા પરિવાર તથા ગ્રામજનો તરફથી સેવા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ બારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.