Charchapatra

ગુજરાતમાં દારૂબંધી નિષ્ફળ બનાવવામાં સિંહફળો કોનો?

આપણા ગુજરાત રાજ્યમાં દારૂબંધી બાબતે દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા બૂટલેગરો અને તેમની મંડળીઓ સામે સ્ટેટ મોનીટરીંગ સેલ કટિબધ્ધ હોવા છતાંય આ બૂટલેગરો સમગ્ર રાજ્યમાં દારૂનું જાહેરમાં ખુલ્લેઆમ વેચાણ કરી રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસને લપડાક મારી રહ્યાં છે. સ્થાનિકો વર્દી લખાવે છતાંય પોલીસ તંત્ર આંખ આડા કાન કરતા હોવાનું જણાઈ આવે છે. કારણકે સ્થાનિક પોલીસ સ્ટેશન અને ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ સાથે આ માથાભારે બૂટલેગરો સાથે મિલીભગત હોવાના આક્ષેપ સતત લગતા હોય છે. જો મહિલા બૂટલેગર હોય ત્યારે આ જાગૃત નાગરિક સામે મશ્કરી અને જાતિય સતામણી જેવી કલમો લગાવી પોલીસ સ્ટેશનમાં ખોટા કેસમાં ફસાવી દેવામાં આવતા હોય છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ પરથી વિદેશી દારૂ મોટા પ્રમાણમાં ઘુસાડવામાં આવે છે ત્યારે પોલીસ તંત્ર સાવ મૂકપ્રેક્ષક બની આ સમગ્ર કાંડને અંજામ આપે તે કેમ કરી સાખી લેવાય? આ બુટલેગરોને કોણ પોષે છે તે એક કોયડા  સમાન છે.

આજનું યુવા ધન દારૂના રવાડે ચડવાથી ઘરનું વાતાવરણ ખૂબ જ દયાજનક અને કફોડી પરિસ્થિતિમાં સપડાઈ ગયેલ છે. નાની વયમાં મહિલાઓ પોતાના નાના બાળકો સાથે વિધવાઓ થઈ રહી છે, સરકાર માસિક ૧૨૫૦/- જેવી મામૂલી રકમ વિધવા સહાય પેટે અનિયમિત ધોરણે આપવામાં આવે તે વ્યાજબી ગણાય? આ સમગ્ર મામલે રાજ્ય સરકાર મુખ્યત્વે એક્માત્ર જવાબદાર હોય છે કારણકે તેઓ પાસે સત્તા હોવા છતાંય તેવો ગુજરાતમાં સંપૂર્ણપણે દારૂબંધી કેમ કરાવી શકતા નથી? પોલીસને કોણ રોકી રહ્યું છે?
વડોદરા-   રાજેશ ગોડિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top