વેપારીઓ, સરકારી ઓફિસો, શાળા અને કોલેજો ઈત્યાદિનું ગુમાસ્તા ધારા હેઠળ દર રવિવારે કામકાજ બંધ રાખવામાં આવે છે. સમગ્ર અઠવાડિયા દરમ્યાન કાર્યનું ભારણ માનસિક દૃષ્ટિએ અને શારીરિક શ્રમને પરિણામે આરામની જરૂર પડે છે. ત્યાર બાદ શરીરમાં સ્ફૂર્તિ પ્રદાન થવાથી માનસિક રીતે શરીર કાર્યક્ષમ અને સ્ફૂર્તિલું બને છે. આ જ કારણને લીધે આજકાલ તો ગવર્નમેન્ટ બીજા અને ચોથા શનિવારે પણ રજા આપે છે. સામાન્ય રીતે રેલો, પોલીસ સ્ટેશન અને એસ.ટી.ની આમજનતા તરફે સતત જરૂરિયાતને પરિણામે તેનો વ્યવહાર-સેવા દરરોજ ચાલુ જ રાખવો પડે છે. કહેવાય છે કે પોસ્ટ, પાર્સલ અને રેલવેની સેવા કદી પણ બંધ રાખી શકાતી નથી.
અંગ્રેજોના સમયથી અઠવાડિયે એક દિવસ રવિવારે ગુમાસ્તા ધારા મુજબ રજા આપવામાં આવતી હતી ત્યારથી રવિવારનો દિન મુકરર કર્યો હતો. દિવસે આજીવિકાના કાર્યને લીધે સમય ન મળતાં, રજાના દિવસોમાં આમજનતા ઈશ્વરની સ્તુતિ-પ્રાર્થના કરવા દેવળ કે ગિરજાઘરમાં જઈને વિધિ મુજબ ભક્તિભાવપૂર્વક યાદ કરી શકે, આરામ પણ ફરમાવી શકે તેમજ ગૃહકાર્ય અંગેની ખરીદી પણ કરી શકે.
સામાન્ય રીતે વેપાર વાણિજ્યનું કાર્ય બંધ રાખવાને લીધે રેલવેના કાયદા મુજબ ડેમરેજ ફી રાખવામાં આવેલ છે અને રેલવેમાં આયાતી ગુડ્સ પર રવિવારનું ફેર લેવામાં આવતું નથી. જે સંસ્થાઓને વ્યાપારિક કાર્ય અવિરત ચાલુ રાખવું પડે છે તેમના સંકુલના કર્મચારીને અન્ય દિવસ મુકરર કરી અઠવાડિક રજા વારાફરતી આપવામાં આવે છે.
અડાજણ, સુરત- ભૂપેન્દ્ર સી. મારફતિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.