દક્ષિણ અમેરિકાના દેશ આર્જેન્ટિનામાં તોફાની વરસાદ બાદ મચ્છરોના વંટોળિયાએ લોકો પર હુમલો કર્યો હતો. મચ્છરોની સંખ્યા એટલી વધારે હતી વધારે હતી કે, પાટનગર બ્યુનસ આયર્સનું આકાશ સંપૂર્ણપણે ઢંકાઇ ગયું હતું.
બ્યુનસ આયર્સ પ્રાંતના લોકોએ જણાવ્યું કે, તેમની આંખો સામે મચ્છરના ટોળાં જમીનમાંથી નીકળીને આકાશમાં વંટોળ જેવા ગોળાકાર આકારની રચના કરી રહ્યા હતા. ઘણા મુસાફરોએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આર્જેન્ટિનાના જનરલ માદરીગાને પિનમાર સાથે જોડાયેલા રોડ 74 પર મુસાફરી કરી રહેલા એક મુસાફરે મચ્છરોના વંટોળનો વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક વ્યક્તિ સ્પેનિશમાં કહે છે કે, કોણ વિશ્વાસ કરશે કે આ મચ્છર છે. જ્યારે, બીજી મહિલા કહે છે કે, તે મોટું અને મોટું થઈ રહ્યું છે.
મેં મારા જીવનમાં આવું ક્યારેય જોયું નથી. સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ થતાંની સાથે જ મચ્છરોના આ વંટોળની ચર્ચા લોકોમાં શરૂ થઈ હતી. આ વિશે સેન્ટર ફોર પેરાસિટોલોજીકલ એન્ડ વેક્ટર સ્ટડીઝ (સેફવે)ના રિસર્ચર જુઆન ગાર્સિયાએ દાવો કર્યો કે, આ મચ્છરો મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર કોઈ ગંભીર અસર નહીં કરે.