Sankheda

સંખેડામાં આદિવાસી દિનની ઉજવણી, રંગબેરંગી પોશાકમાં આદિવાસીઓ ઉમટ્યા

સંખેડા: સંખેડા ખાતે ૯ ઓગસ્ટ ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ખુબ જ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૨૩ ડિસેમ્બર, ૧૯૯૪ ના ૪૯/૨૧૪ ઠરાવ દ્વારા ૯ ઑગસ્ટને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો હતો. આ પછી સમગ્ર વિશ્વમાં ૯ ઑગસ્ટ, ૧૯૯૫ના રોજ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં ૯ ઓગસ્ટ ને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણી કરવાનું નક્કી કર્યું છે.

ત્યારે સંખેડા તાલુકાના આદિવાસીઓ મોટી સંખ્યામાં સંખેડા તડવી સમાજની વાડી પાસે આવી પહોંચ્યા હતા. ત્યાંથી ડીજે ના તાલ સાથે આદિવાસી નૃત્ય કરતા કરતા સંખેડા બજારમાં થઈ સંખેડા ચાર રસ્તા પહોંચ્યા હતા.

સંખેડા તડવી સમાજની વાડી પાસે પહોંચી ત્યાંથી સંખેડા ના બજારમાં રેલી કાઢવામાં આવી હતી. વર્તમાન સમયમાં આદિવાસીઓ ખૂબ જ શિક્ષિત થઈ ગયા છે પરંતુ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનો હોય તેથી શૂટ, પેન્ટ, બુટ છોડી પરંપરાગત આદિવાસીઓનો પહેરવેશ એવો ખમ્મીસ, ધોતિયું અને પાઘડી પહેરી, ધારિયા પારિયા સાથે સંખેડા નગરમાં આવી પહોંચ્યા હતા, અને ડીજેના તાલે ટીમલી કૂદી ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે વિવ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં
આવી હતી.

સંખેડામાં આદિવાસીઓમાં એક અલગ પ્રકારનો અનેરો ઉત્સાહ અને જોમ જોવા મળતો હતો. આમ, સંખેડા ખાતે આદિવાસીઓ દ્વારા ખૂબ જ ઉત્સવ, ઉમંગ સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.



Most Popular

To Top