Pavagadh

પાવાગઢમાં સમગ્ર ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ યગ્નોપવિત કાર્યક્રમ

પાવાગઢ:
યાત્રાધામ પાવાગઢમાં સમગ્ર ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ દ્વારા બ્રાહ્મણ સમાજનો પ્રમુખ બળેવ ઉત્સવ શાસ્ત્રોક્ત વિધિથી યોજાયો હતો. હાલોલનાં શાસ્ત્રી ભીખાભાઈ તથા કમલેશભાઈ દ્વારા પાવાગઢની કંસારા જ્ઞાતિની ધર્મશાળામાં પાવાગઢનાં ભૂદેવોને નવીન યજ્ઞોપવીત ધારણ કરાવી સમૂહ બ્રહ્મ ભોજનનું આયોજન કરાયું હતું. હર હર મહાદેવનાં નાદ સાથે જનોઇ બદલવાના પ્રસંગનું સમાપન કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top