Business

ગેસની માફક સરકારે બધી જ પેટ્રોલિયમ પ્રોડકટસ જીએસટી હેઠળ લાવવા વિચારવું જોઇએ

છેલ્લા ત્રણ-ચાર વર્ષ સુધી વિશ્વભરમાં આર્થિક મંદી અને કોવિડ મહામારીના કારણે ક્રુડના ભાવો ગગડીને 30-31 ડોલરે પહોંચી ગયા હતા અને આ વર્ષો દરમ્યાન 20થી 50 ડોલરની વચ્ચે અથડાતા રહ્યા હતા ત્યારે કોઇપણ દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવો માટે અશાંતિ કે અસંતોષ જોવા મળતો ન્હોતો.

પરંતુ હવે વિશ્વ કોવિડ પહેલાંની અને કોવિડ પછીની આર્થિક મંદીમાંથી બહાર આવી રહ્યું છે અને તેમાં પ્રથમ નંબરે ચીન અને ભારત આવી ગયા છે. ક્રુડની ડિમાન્ડ વધારવામાં ત્યારે ફરીને ભાવો ઉંચકાઇ રહ્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, અમેરિકા, યુરોપ સહિતના મોટા આગેવાન દેશો હજુય કોરોના મહામારી સામે જીવસટોસટની લડાઇ લડી રહ્યા છએ. કોવિડનો કપરોકાળ આ દેશોમાં પુરો થશે અને ક્રુડની ડિમાન્ડ વધશે ત્યારે હાલ 60-65 ડોલર બોલાતો ક્રુડનો ભાવ 90-100 ડોલરની સપાટી સહેલાઇથી કુદાવી જશે તેવો અંદાજ સહેજે મુકી શકાય.

ભારતમાં હાલ જુદાજુદા રાજ્યોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ નીચામાં રૂ. 87 અ ઉંચામાં રૂ. 100ની સપાટી કુદાવી ગયા છે. હાલ 65 ડોલરના ક્રુડના ભાવે ભારતના આ ભાવો 95-100 ડોલર બોલાશે ત્યારે રૂ. 125થી 140ની વચ્ચે બોલાતો હતો. જો કેન્દ્ર કે રાજ્ય સરકાર હાલના કરવેરાના દરમાં કોઇ ફેરફાર નહિં કરે તો. એવું નથી કે ક્રુડના ભાવ વધે એટલે ફક્ત પેટ્રોલ-ડિઝલના જ ભાવ વધે છે, ક્રુના ભાવ વધતાં પેટ્રોલ-ડિઝલ ઉપરાંત ગેસ-રાંધણ ગેસના ભઆવોમાં પણ નોંધપાત્ર વધારો થતો હોય છે. ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ અસહ્ય વધારો થતો જતો હોય છે. આ બધાયના કારણે મોંઘવારીમાં-ચીજવસ્તોના ભાવોમાં પણ બેફામ વધારો જોવા મળે છે અને આખરે પ્રજા ત્રાહિમામ ત્રાહિમામ પોકારતી થઇ જાય છે.

ક્રુડ ઓઇલનો ભાવ વધારો તો સહન કરી શકાય તેવો હોય જ છે પરંતુ કેન્દ્ર-રાજ્ય સરકારો હાથમાં લીધેલ વિકાસ યોજનાઓ અને નવી હાથ ધરવા માગતી વિકાસ યોજનાઓ માટે જે ભંડોળની ફાળવણી કરીને બેઠેલ છે તેમાં કાપ મુકવા જલદી તૈયાર થતી નથી.ઝડપથી વિકસી રહેલ ટેકનોલોજીનો લાભ લેવા, પ્રજાનું વધુ કલ્યાણ થાય, સુવિધાઓ વધારે આપી શકાય અને પ્રજાને સુખ-શાંતિ મળી રહે તે માટે લાંબા સમયથી પ્રયાસો સરકાર કરી રહી છે અને આ પરિવર્તનશીલ જમાનામાં વધુ પ્રયાસો કરતી જ રહેશે તેમ કેન્દ્ર સરકારમાં સત્તાસ્થાને બેઠેલ ભાજપ સરકારની નીતિઓ જોતાં લાગે છે.

પરંતુ અગાઉના વર્ષોમાં બેરોજગારી, આર્થિક મંદી, કોવિડ જેવી મહામરીએ બધા જ સમીકરણો વિકાસના ફેરવી નાંખ્યા હતા. હવે ક્રુડનો સતત ભાવ વધારો જે થઇ રહ્યો છે તેની ગતિ જોતાં આગળના દિવસોમાં ફરીને એકલા ભારતનું જ નહિં પણ સમગ્ર વિશ્વનું આથર્ક પ્રગતિ ભાવિ ડામાડોળ બની જશે તેમ માની શકાય.ભારતની પ્રજામાં પેટ્રોલ-ડિઝલ-ગેસના ભાવો અસમાન્ય ધોરણે વધી રહ્યા છે તેમાં કેન્દ્ર સરકારની કરવેરાની નીતિ જેટલી કારણભૂત છે તેનાથી પણ વધારે ખરાબ નીતિ-પ્રજા માટે રાજ્ય સરકારોની રહી છે.

કોરોના મહામારીએ એકબાજું લોકોની કેડ તો ભાંગી જ નાંખી છે, માંડ માંડ તેમાંથી હવે છૂટકારો મળી રહ્યો છે ત્યાં ક્રુડનો ભાવ વધારો-ભડકાએ લોકોની હાલાકીમાં વધારો કર્યો છે. જ્યારે 20થી 30 ડોલરનો ભાવ બોલાઇ ગયો ત્યારે તો કોઇ જ લાભ પ્રાજને નીચા ભાવનો મળ્યો નથી. તેના બદલે સરકારે કરવેરા-એકસાઇઝ ડયુટી વધારતી રહી. લોકડાઉન દરમ્યાન ભાવો ઘટતા હતા ત્યારે પેટ્રોલીયમ કંપનોએ પેટ્રોલ-ડિઝલના ભાવની રોજીંદી સમીક્ષા બંધ કરી દીધી. લોકડાઉન દૂર થતાં પેટ્રોલિયમ પેદાશના ભાવ પાછા વધવા લાગ્યા. પીએનજી-એલએનજી ગેસના ભાવો પણ વધવા માંડ્યા છે.

કેન્દ્ર સરકારની એકસાઇઝ કરતાં લગભગ દરેક રાજ્યોના કરવેરાના દર પેટ્રોલ-ડિઝલ ઉપર બમણાંથી વધારે હોય છે. જે રાજ્યોમાં દારૂબંધી છે તે રાજ્યો તો શરાબ ઉપર લાગતા ટેક્સની આવક ગુમાવી રહી છે તેટલે પેટ્રો પ્રોડકટસ ઉપર વધુ કરવેરા નાંખવા પડે છે તેમ ખુલાસા કરે છે, પણ જે રાજ્યોમાં દારૂબંધી જ નથી તે રાજ્યો દારૂ-શરાબ ઉપર ઉંચા કરવેરા હોવા છતાં પેટ્રો પ્રોડકટસ ઉફર પણ વધુ કરવેરા નાંખે છે.

ટ્રાન્સપોર્ટેશન અને કૃષિક્ષેત્રે ડિઝલ મોટા પાયે વપરાય છે જેથી તોના વહન ખર્ચ અને ખેતી પેદાશોનો ઉત્પાદન ખર્ચ વધી જાય છે. આ બધાય ખર્ચ વધતા જતાં તેના કારણે દરેક ચીજવસ્તુઓના ભાવ ઉપર માઠી અસર થાય છે અને સતત વધતા રહે છે. આ બધાયનો સમગ્ર અને અસહ્ય બોજ પ્રજા ઉપર પડે છે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ પ્રજા મોંઘવારીમાં નીચોવાઇ જાય છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હાલની આ પરિસ્થિતિ અને હજુય ક્રુડના ભાવો વધશે તો નવી ભયંકર આર્થિક આપત્તિઓ પ્રજા ઉપર પડશે તેનો ખ્યાલ બહુજ સવેળા એટલે કે અત્યારથી જ કરવો પડશે. 15 જુન, 2015ના રોજ પેટ્રોલ અને ડિઝલના ભાવ દરરોજ સમીક્ષા કરવાનો આદેશ-વિશ્વમાં રોજેરોજ બદલાતા ક્રુડના ભાવનો લાભ પ્રજાને મળે તે માટે આવ્યો હતો. પરંતુ આ આદેશનો લાભ પ્રજાને મળ્યો નથી પણ સરકાર જ લઇ ગઇ છે.

પેટ્રોલિયમના ભાવો વિશ્વમાં વધે અને આપણા ભાવો તેના પ્રમાણમાં વધે તે તો સમજી શકાય તેમ છે. પરંતુ સરકારો કેન્દ્ર ને રાજ્ય કુલ્લે મળીને રૂ. 100ના લીટરના ભઆવમાં સરેરાશ રૂ. 65 ટેકસ ઉઘરાવે તે વ્યાજબી નથી તેમ જરૂર મની શકાય.કેન્દ્ર સરકારે કોવિડ મહામારી ફેલાતા જંગી ખર્ચ પણ ઉઠાવ્યો અને જંગી સ્ટીમ્યુલસ પેકેજો જેમ અર્થતંત્રમાં રીકવરી લાવવા ઉપરા ઉપરી જાહેર કર્યા છે.

મોટાપાયે ફીઝીકલ ડેફિસીટ વધી રહી હોવા છતાં તેની ચિંતા કર્યા વગર તો તેજ રીતે પેટ્રોલ-ડિઝલના ભાવો નીચા રાખવા પણ અનેક વૈકલ્પિક પગલાંઓ લઇ શકે. આપણા દેશમાં જાહેર પરિવહન કાર્યક્ષમ રીતે ચલાવવું જોઇએ. તો ઇંધણના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય. જળ માર્ગનો વિશેષ ઉપયોગ કરવો જોઇએ. આ માટે બંદરોનો વિકાસ ઝડપી બનાવવો જોઇએ અને જરૂર પડે ઇન્ટર લીકીંગ રીવર પ્રોજેકટો પણ મોટા પાયે શકય હોય ત્યાં અમલમાં મુકવા જોઇએ. આમ જેટલું ઝડપી બને તેટલો ઇંધણનો ખર્ચ વધુ ઘટે.

કેન્દ્ર સરકાર જ્યારે ક્રુડના ભાવ ઘટયા હતા ત્યારે એકસાઇઝ વધારી હતી અને આવક સરભર કરી હતી, તે જ પ્રમામે ક્રુડના ભાવ વધે ત્યારે એકસાઇઝ ડયુટી ઘટાડવી જોઇએ કારણ કે એકસાઇઝ ડયુટી ઘટવા છતાં ક્રુડના ભાવ વધવાથી આવકમાં કોઇ ફેર પડશે નહિં.કેન્દ્ર સરકારે ગેસને તો જીએસટી હેઠળ લાવવા વિચારણા શરૂ કરી દીધી છે, તો કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડિઝલને પણ જીએસટી હેઠળ લાવવા વિચારણા શરૂ કરવી જોઇએ. આના કારણે આવકમાં મોટું ગાબડું પડી શકે છે પરંતુ પ્રજામાં તેના કારણે ખૂબ જ આનંદ ફેલાશે.

સરકારે જીએસટીને અમલમાં લાવે ત્યારે પડનારી આવકમાં ફટકાને મેળ બેસાડવા માટે બીજા અનેક વિકલ્પો વિચારવા જોઇએ. સરકાર જો જીએસટી લાગુ કરે તો પેટ્રોલ-ડિઝલની મળતી ટેકસની આવક અડધી થઇ જાય. પરંતુ દેશભરમાં લગભગ પેટ્રોલ-ડિઝલનો ભાવ એકસરખો થઇ શકે છે. અને વન નેશન-વન પેટ્રોલ-ડિઝલ પ્રાઇસ બની શકે. જેસટી એડેડવેલ્યુમાં લાગુ થાય તે માટે બીજા કરવેરા લાગુ નહિં થાય અને અંતિમ ભાવો નીચા આવે છે.

કેન્દ્ર સરકારે ગેસને જીએસટીમાં લાવવા માટે જાહેરાત કરી છે પરંતુ કયારે લાવીશું તેની જાહેરાત કરી નથી. સરકારે બધી જ હાઇડ્રોજન પ્રોડકટસને જીએસટી હેઠળ લાવવાનું ક્રાંતિકારી પગલું ભરવું જોઇએ અને મોદી સરકાર ધારે – ઇચ્છે તો તેમ કરવાનો વીલપાવર ધરાવે છે. સરકારે જીએસટીમાં પેટ્રો પ્રોડકટસ લાવીને ઇલેકટ્રીક વાહનોનો વપરાશ વહેલામાં વહેલો વધુને વધુ થાય તે માટેના પ્રયાસો હાલ કરે છે તેનાથી બમણાં વેગે કરવા જોઇએ. જેના કારણે શહેરોમાં પ્રદુષણ ઘટશે અને લોકોનું આરોગ્ય સુધરશે.

આ પ્રોડકટસમાં જેસટી ઉપરાંત વેટ, એકસાઇઝ, સેલ્સટેક્સ પણ ઉમેરાતા હોય છે જેના કારણે રીટેઇલ ભાવો વધે છે. દરમ્યાનમાં સાઉદી અરેબિયા કે જેણે ઉત્પાદનમાં કાપ મુકયો હતો તે હવે ફરી ઉત્પાદન વધારવા કરી રહેલ છે. માર્ચમાં ઓપેકની મીટીંગ વખતે આ જાહેરાત થવા શક્યતા છે. જોકે, ઉત્પાદન વધારવાની જાહેરાત થશે તો પણ ઉત્પાદન વધારો એપ્રિલ પહેલાં થવો શકય જણાતો નથી. 4થી માર્ચ ઓપેકની મીટીંગ છે. 12મી ફેબ્રુઆરીએ પુરા થયેલ સપ્તાહમાં ક્રુડના સ્ટોકમાં 22 લાખ બેરલનો ઘટાડો થયો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top