National

PM મોદીએ રક્ષાબંધનની ઉજવણી કરી, બાળકીઓને લાડ લડાવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને રક્ષાબંધનની ઉજવણી કરી. અહીં શાળાની બાળકીઓએ તેમને રાખડી બાંધી. ઘણી શાળાઓની છોકરીઓ પીએમ મોદીને રાખડી બાંધવા આવી હતી. આ દરમિયાન પીએમ મોદી નાની દિકરીઓ સાથે હસતા અને વ્હાલ કરતા જોવા મળ્યા હતા.

પીએમ મોદીએ રાખડી બાંધવા આવેલી નાની દિકરીઓને ગળે લગાવી અને પ્રેમ કર્યો. પ્રધાનમંત્રીએ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રાખડી બાંધતી તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. પ્રધાનમંત્રી મોદીએ રાખડી બાંધવા આવેલી દિકરીઓ સાથે વાત કરી અને તેમના સુખાકારી વિશે પણ પૂછ્યું. આ દરમિયાન શાળાના શિક્ષકો પણ સ્થળ પર હાજર હતા. શાળાના બાળકોએ પણ પ્રધાનમંત્રી મોદી સાથે વાતચીત કરી. તસવીરમાં દેખાતી દિકરી પીએમ મોદીને કંઈક કહેતી જોવા મળે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ ખાતે રક્ષાબંધન 2025 ના તહેવારની ઉજવણી કરીને આ તહેવારને યાદગાર બનાવ્યો. આ પ્રસંગે વિવિધ વિસ્તારોની મહિલાઓ અને બાળકો એકઠા થયા હતા, જેમણે પ્રેમ, આદર અને આશીર્વાદના પ્રતીક તરીકે પ્રધાનમંત્રીને રાખડી બાંધી હતી.

પ્રધાનમંત્રી મોદીએ દેશના લોકોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી છે. તેમણે X હેન્ડલ પર લખ્યું છે કે રક્ષાબંધનના ખાસ અવસર પર શુભકામનાઓ. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે રક્ષાબંધન ભાઈઓ અને બહેનોનો તહેવાર છે. જેમાં એકતા, પ્રેમ અને પરસ્પર આદરની ભાવના પ્રતિબિંબિત થાય છે.

આધ્યાત્મિક સંગઠન બ્રહ્માકુમારીઓની મહિલા સભ્યોએ પણ પીએમ મોદીના કાંડા પર રાખડી બાંધી હતી. તમને જણાવી દઈએ કે હિન્દુ મહિના શ્રાવણની પૂર્ણિમાના દિવસે ઉજવાતો રક્ષાબંધન ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર બંધનનું પ્રતીક છે. રાખડી બાંધવી એ બહેનની પોતાના ભાઈની સુરક્ષા માટે પ્રાર્થનાનું પ્રતીક છે જ્યારે ભાઈ દરેક પરિસ્થિતિમાં તેનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લે છે.

Most Popular

To Top