વીસમી સદી અમેરિકાની હતી તો એકવીસમી સદી એશિયાની છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાણતાં કે અજાણતાં અમેરિકાને ખાડામાં ધકેલી રહ્યા છે, જેને કારણે જગતના ફલક પર એશિયાના યુગનો ઉદય થઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લા એક સપ્તાહમાં રશિયા સાથેના વેપારના મુદ્દે ભારત ઉપર જે ખુલ્લું આક્રમણ કર્યું તેને કારણે ભારતનો અમેરિકા માટેનો મોહ ઊતરી ગયો છે અને ભારતને ફરજિયાત રશિયાની સોડમાં જવાની ફરજ પડી છે.
ભારત રશિયા સાથેની પોતાની મૈત્રી વધુ ગાઢ બનાવે તેનો અર્થ એવો થાય કે ભારતે ચીન માટેની પોતાની જૂની દુશ્મનાવટ ભૂલી જવી જોઈએ અને ચીન સાથેના સંબંધોમાં નવેસરથી શરૂઆત કરવી જોઈએ. ભારતે અને ચીને પણ આ માટેની તૈયારી બતાવી છે, જેની મુખ્ય નિશાની વડા પ્રધાન મોદીની આગામી ચીનયાત્રા છે. જો બીજિંગમાં મોદી અને જિનપિંગ એક મંચ પર દેખાશે તો ટ્રમ્પને એક મજબૂત સંદેશ મળશે. બીજી બાજુ રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા, ચીન અને ભારતની ધરીને મજબૂત કરવામાં મદદ કરી રહ્યા છે.
રશિયા-ભારત-ચીન ત્રિપક્ષીય ફોરમ RICની શરૂઆત ૧૯૯૦ ના દાયકામાં રશિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન યેવગેની પ્રીમાકોવ દ્વારા કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ અમેરિકા અને પશ્ચિમી દેશોની એકધ્રુવીય વિશ્વ વ્યવસ્થાને પડકારવાનો અને બહુધ્રુવીય વિશ્વવ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો હતો. આ ફોરમનું ધ્યેય ત્રણેય દેશો વચ્ચે વ્યૂહાત્મક, આર્થિક અને સુરક્ષા સહયોગને મજબૂત બનાવવાનો હતો. ૨૦૦૨ થી ૨૦૨૦ સુધી RIC એ ૨૦ થી વધુ મંત્રી સ્તરની બેઠકો યોજી હતી, જેમાં વિદેશ નીતિ, વેપાર અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
૨૦૨૦ પછી ભારત-ચીન સરહદ પર ગાલવાન ખીણ સંઘર્ષને કારણે આ ફોરમ નિષ્ક્રિય થઈ ગયું હતું.રશિયા અને ચીન હવે આ પ્લેટફોર્મને ફરીથી સક્રિય કરવાના પક્ષમાં છે. ભારતે પણ આ અંગે સકારાત્મક પરંતુ સાવધાનીભર્યું વલણ અપનાવ્યું છે. ભારતના NSA અજિત ડોભાલે મોસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને સુરક્ષા પરિષદના સચિવ સેરગેઈ શોઇગુ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પુતિનની ભારત મુલાકાતની તારીખો નક્કી થઈ ગઈ હતી.
બીજા વિશ્વયુદ્ધ પછી રચાયેલી વિશ્વવ્યવસ્થામાં અમેરિકા અને સોવિયેત રશિયા બે શક્તિનાં કેન્દ્રો હતાં. ૧૯૯૦ સુધીમાં સોવિયેત રશિયા આ રેસમાંથી બહાર થઈ ગયું હતું અને અમેરિકા આ વિશ્વવ્યવસ્થાનો એક માત્ર બોસ બની ગયું હતું, પરંતુ વર્ષ ૨૦૦૦ પછી ઉદારવાદ અને વૈશ્વિકીકરણની સીડી પર સવારી કરતા ભારતની અર્થવ્યવસ્થાએ આર્થિક ચમત્કારો કર્યા. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન ૮ ટકાના વિકાસ દરે ભારતની અર્થવ્યવસ્થાનું ચિત્ર બદલી નાખ્યું. આજે ભારત વિશ્વની સપ્લાય ચેઇનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.
આપણે ૪ ટ્રિલિયન ડોલર સાથે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ.ચીને છેલ્લા બેથી અઢી દાયકામાં અદ્ભુત આર્થિક પ્રગતિ પણ હાંસલ કરી છે. ૨૦૦૧ માં WTO માં જોડાયા પછી ચીને વૈશ્વિક વેપારમાં પોતાનો હિસ્સો વધાર્યો છે. ૨૦૨૪ માં વૈશ્વિક નિકાસમાં ચીનનો હિસ્સો ૧૪ ટકા હતો. માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિકીકરણમાં ભારે રોકાણે તેને વૈશ્વિક પુરવઠા શૃંખલાનું કેન્દ્ર બનાવ્યું છે. ટેકનોલોજીકલ પ્રગતિ, 5G-6G, સેમિકન્ડક્ટર અને AI ના વિકાસથી ચીન નવીનતામાં અગ્રેસર બન્યું. ૨૦૨૪ માં ૧૮.૩ ટ્રિલિયન ડોલર સાથે ચીનનો GDP અમેરિકા કરતાં થોડો જ ઓછો છે.વિશ્વના નકશા પર ભારત અને ચીનના ઉદય અને પુતિનના નેતૃત્વમાં રશિયન રાષ્ટ્રવાદની વિશાળ લહેરે સ્થાપિત વિશ્વવ્યવસ્થામાં હલચલ મચાવી દીધી છે.
બ્રિક્સ અને એસસીઓ જેવા મંચો દ્વારા ભારત-ચીન અને રશિયાએ ડોલર સિવાયના વેપારને પ્રોત્સાહન આપ્યું છે અને અમેરિકાના નાણાંકીય વર્ચસ્વને પડકાર્યું છે.વિશ્વ બેંક અનુસાર BRICSના દેશો વૈશ્વિક GDP માં ૨૬ ટકા હિસ્સો ધરાવે છે, જે G-7 ના ૪૪ ટકા કરતાં ઓછો છે, પરંતુ આ આંકડો ઝડપથી વધી રહ્યો છે. ભારત સંપૂર્ણપણે અમેરિકન છાવણીમાં નથી કે ચીન-રશિયન છાવણીમાં નથી, પરંતુ BRICS ના વિસ્તરણ અને SCO ના વિસ્તરતા વ્યાપથી પશ્ચિમી પ્રભુત્વ સામે પડકાર ઊભો થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રનો વાસ્તવિક ભય એ છે કે જો ભારત અને ચીન જેવા દેશો રશિયા સાથે હાથ મિલાવીને વૈશ્વિક સંસ્થાઓ, વેપાર અને નાણાંમાં અમેરિકાને બાજુ પર રાખવાનું શરૂ કરશે, તો વોશિંગ્ટનની પકડ નબળી પડી જશે. હકીકતમાં ટ્રમ્પ તેમાં મદદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે અમેરિકા હવે ટેરિફના ટ્રેપમાં ફસાઈ ગયું છે.
અમેરિકાને ડર છે કે ભારત-રશિયા-ચીન ગઠબંધન ડોલરના વર્ચસ્વને નબળું પાડી શકે છે. ૨૦૦૦માં વૈશ્વિક વેપારમાં ડોલરનો હિસ્સો ૭૧ ટકા હતો, જે ૨૦૨૪માં ઘટીને ૫૮ કરતાં ઘણો ઓછો રહી ગયો હતો. હવે BRICSના દેશો ડોલરને પડતો મૂકીને પોતાનું અલાયદું ચલણ વિકસાવી રહ્યા છે. જો BRICSના દેશો પોતાનું ચલણ બહાર પાડવામાં સફળ થશે તો ડોલર તૂટી જશે અને તેની સાથે અમેરિકાનું આર્થિક સામ્રાજ્ય પણ ખતમ થશે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના વિશ્વવ્યાપી સામ્રાજ્યનો અંત આણનારા રાષ્ટ્રપતિ તરીકે ઇતિહાસમાં યાદ રહેશે.
ભારત, રશિયા અને ચીન વિશ્વની સૌથી મોટી શક્તિઓમાંની એક છે. આ ત્રણેય દેશોની સંયુક્ત લશ્કરી અને આર્થિક શક્તિ વૈશ્વિક વ્યવસ્થાને બદલી શકે છે. RICનો પુનર્જન્મ અમેરિકા અને પશ્ચિમી દેશોના વર્ચસ્વને ઘટાડી શકે છે. તે બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાને પ્રોત્સાહન આપશે જેમાં બિન-પશ્ચિમી દેશોનો અવાજ મજબૂત હશે. આ સંગઠન સંયુક્ત રાષ્ટ્ર, BRICS અને શાંઘાઈ સહકાર સંગઠન (SCO) જેવા મંચો પર સાથે મળીને કામ કરીને તેનાં હિતોને અનુરૂપ વૈશ્વિક કાર્યસૂચિને ઘડી શકે છે.
અમેરિકા RIC થી ખતરો અનુભવે છે કારણ કે તે તેની વૈશ્વિક સત્તાને પડકારી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાથી જ BRICS અને રશિયા સાથે ભારતની ભાગીદારી પર પ્રશ્નો ઉઠાવી ચૂક્યા છે. રશિયા અને ચીન સાથે સહયોગ ભારતને ઊર્જા, સંરક્ષણ અને ટેકનોલોજી જેવાં ક્ષેત્રોમાં નવી તકો પૂરી પાડી શકે છે. તે સરહદ વિવાદ પર ચીન સાથે કાયમી વાતચીત માટે એક પ્લેટફોર્મ પણ પૂરું પાડી શકે છે, જે તણાવ ઘટાડી શકે છે અને ભારતને તેની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખીને પશ્ચિમ અને પૂર્વ વચ્ચે સંતુલન બનાવવામાં મદદ કરી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રની ટેરિફ નીતિને ભારત અને રશિયા વચ્ચેની ગાઢ મિત્રતામાં તિરાડ પાડવાના વ્યૂહાત્મક પ્રયાસ તરીકે જોઈ શકાય છે. આ નીતિનો ઉદ્દેશ માત્ર ભારત પર આર્થિક દબાણ લાવવાનો નથી, પરંતુ વૈશ્વિક વેપારમાં રશિયાને નબળું પાડવાનો પણ પ્રયાસ હોઈ શકે છે. ભારત અને રશિયા વચ્ચે દાયકાઓ જૂના વ્યૂહાત્મક અને વેપાર સંબંધો છે, જેમાં સંરક્ષણ, ઊર્જા અને વેપાર જેવાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ લાદવાની ધમકી પણ આપી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી, જેના કારણે ભારત પર દબાણ વધુ સ્પષ્ટ દેખાય છે. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીઓ ભારત પર દબાણ લાવવાની વ્યૂહરચનાનો ભાગ હોઈ શકે છે, પરંતુ તેમની કેટલીક મર્યાદાઓ છે. ભારત દર વર્ષે ૮૭ અબજ ડોલરના માલની નિકાસ અમેરિકામાં કરે છે. ટેરિફ વધારવાથી અમેરિકાના પોતાના અર્થતંત્રને પણ નુકસાન થઈ શકે છે, કારણ કે ભારતીય માલ મોંઘા થવાથી અમેરિકન ગ્રાહકોને અસર થશે. ડોનાલ્ડ ટ્રમ્પે હજુ સુધી ચીન સામે ટેરિફ બાબતમાં કોઈ કડક વલણ દાખવ્યું નથી.
ભારત, રશિયા અને ચીનનું RIC જોડાણ વૈશ્વિક વ્યવસ્થામાં મોટો ફેરફાર લાવી શકે છે. તે બહુધ્રુવીય વિશ્વને પ્રોત્સાહન આપશે, જેમાં અમેરિકાનું એકપક્ષીય વર્ચસ્વ ઘટાડી શકાય છે. આ ભારત માટે એક વ્યૂહાત્મક તક છે, જેના દ્વારા તે પોતાની સ્વાયત્તતા જાળવી રાખીને રશિયા અને ચીન સાથે સહયોગ વધારી શકે છે. જો કે, ભારત-ચીન સરહદ વિવાદ પડકારજનક રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીઓ ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ છે, પરંતુ ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તે તેનાં હિતોમાં સમાધાન કરશે નહીં. જો RIC સંપૂર્ણપણે સક્રિય થાય તો તે માત્ર અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક નવી ભૂ-રાજકીય અને આર્થિક વ્યવસ્થાની શરૂઆત કરી શકે છે.