વડોદરા: બળેવ નિમિત્તે જે.એમ. પંડ્યા સંસ્કારધામ ખાતે સમૂહ જનોઈ બદલવાની વિધિમાં બહોળી સંખ્યામાં બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યા.હતા.
આજે ભાઈ-બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન (બળેવ)ના રોજ બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે હરણી રોડ સ્થિત જે.એમ. પંડ્યા સંસ્કારધામ ખાતે જનોઈ બદલવાની વિધિમાં બહોળી સંખ્યામાં બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, આજે ૩૦૦થી વધુ બ્રાહ્મણો સમુહ જનોઈ બદલવાની વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રીજી શ્રી અનિલભાઈ મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોજાપ સાથે વિધિ સંપન્ન કરાઇ હતી. જે બાદ સૌ બ્રાહ્મણોએ સહ પરિવાર બ્રહ્મ ભોજનનો લાભ લીધો હતો.