Charchapatra

નબળા નહીં, સબળા બનો

ગુજરાતીમાં કહેવત છે, ‘મારે તેની તલવાર’ આ જમાનામાં માંગીને નહીં મળે તો તાકાતથી છીનવીને લેવું પડે છે. આથી દરેકને નબળા નહીં પરંતુ સબળા બનવાની જરૂર છે. આજ સુધી પુરુષપ્રધાન દેશમાં મહિલાઓનું શોષણ થતું હતું. અત્યાચાર થતો હતો પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા સશક્તિકરણની યોજના દાખલ કરી તેને સફળતા મળી છે. મોટાભાગે બધા ક્ષેત્રોમાં મહિલાઓને પુરુષ સમોવડિયા બની છે. ચૂંટણીઓમાં પણ 50% મહિલાઓનો હિસ્સો દાખલ થયો છે. આથી હવે મહિલા મુખ્યમંત્રી પણ બની શકે છે. તેમજ મેયર, સાંસદ, ધારાસભ્ય કે મંત્રીમંડળમાં સ્થાન મેળવે છે. તે મહિલા સશક્તિકરણનું પરિણામ છે. તેવી જ રીતે દરેક વ્યક્તિએ પોતાનો હક અધિકાર મેળવવા માટે સ્વાભિમાનથી લડત લડતા શીખો, નબળા પાછળ રહી જાય છે. જ્યારે સબળા આગળ વધે છે. એવી જમાનાની તાસીર છે. યુવતીઓ જે શરીરરૂપ શણગાર માટે બ્યુટી પાર્લરમાં જાય છે. તેને બદલે સ્વ-બચાવવા માટે જુડો, કરાટેની તાલીમ લે તો બળાત્કારી નરાધમોથી બચી શકે. આમ નબળા નહીં પણ સબળા બનવાનો સમય આવી ગયો છે.
તરસાડા, માંડવી- પ્રવિણસિંહ મહિડા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top