Dabhoi

ભારતીય જનતા પાર્ટીની બહેનો એ ધારાસભ્ય શૈલેષ મહેતાને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી

ડભોઇ: 9 ઓગસ્ટ અને શનિવાર ના દિવસે રક્ષાબંધન નો તહેવાર હોય તેમના ભાગરૂપે આજે ડભોઈ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા એ ડભોઇ સર્કિટ હાઉસ ખાતે ભાજપ સંગઠન ની હોદ્દેદાર બહેનો તથા કાર્યકર બહેનો સાથે રક્ષાબંધન ની ઉજવણી કરી હતી ભાઈ બહેન ના પવિત્ર તહેવાર રક્ષાબંધન ને બે દિવસ બાકી છે ત્યારે ધારાસભ્ય એ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સંગઠન ની બહેનો સાથે રક્ષાબંધન ની ઉજવણી કરી જેમાં નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ,શહેર પ્રમુખ દીક્ષિત દવે,વિશાલ શાહ સહિત ના ભાઈ ને ભાજપ સંગઠન ની બહેનો એ રાખડી બાંધી રક્ષાબંધન ની ઉજવણી કરી હતી આ પ્રસંગે મહિલા મોરચા ની બહેનો,કોર્પોરેટર બહેનો તેમજ ભારતીય જનતા પાર્ટી ના વિવિધ મોરચા ની હોદ્દેદાર બહેનો એ ધારાસભ્ય ને રાખડી બાંધી મોઢું મીઠું કરાવ્યું સાથે જ ડભોઇ નગરપાલિકા ના પ્રમુખ બીરેનભાઈ શાહ,નાણાંપંચ ના ચેરેમેન વિશાલભાઈ શાહ,તથા પાલિકા ના કોર્પોરેટરો તેમજ હોદ્દેદાર ભાઈઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.ધારાસભ્ય દ્વારા તમામ રાખડી બાંધનાર બહેનો ને ગિફ્ટ આપવામાં આવ્યા હતા.

Most Popular

To Top