પ્રતિનિધિ ગોધરા તા.07
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા તાજેતરમાં એક કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, સરકારી યોજનાઓ અને કૃષિ સંબંધિત નવીનતમ ટેકનોલોજી વિશે માહિતગાર કરવાનો હતો.

આ કિસાન ગોષ્ઠીમાં ખેડૂતોને વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે પ્રાકૃતિક કૃષિના ફાયદા, આત્મા પ્રોજેક્ટ અને ખેડૂત તાલીમ કેન્દ્રની યોજનાઓ, ખેડૂત ખાતેદાર યોજના, અને કેવીકે વેજલપુર દ્વારા ચાલતા ઉપયોગી કાર્યક્રમો વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, બાગાયત અને પશુપાલન ખાતાની સહાય યોજનાઓ, ફાર્મર રજિસ્ટ્રી અને આઇ-ખેડૂત 2.0 જેવી ડિજિટલ સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહ પરમાર અને ઓરવાડા કેન્સર હોસ્પિટલના ડૉ.હેમલ ત્રિબોલિયા, વિવિધ કૃષિ સંસ્થાઓના નિષ્ણાતો અને તથા કૃષિ, બાગાયત ખાતાના અધિકારી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુરના વિષય નિષ્ણાત ડૉ.જયપાલ જાદવ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડના ડેપ્યુટી પ્રોજેક્ટ મેનેજર યોગેશ પટેલ અને માર્કેટિંગ પ્લાનિંગ એન્ડ પ્રમોશન ઓફિસર શિવાનીબેન રાઠોડ, આત્મા પ્રોજેક્ટ-ગોધરાના બ્લોક ટેકનોલોજી મેનેજર વિશાલ શાહ, આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર અલ્પેશ રાઠોડ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડના તાલુકા પ્રોજેક્ટ મેનેજર હાર્દિક પરમાર અને ખેતી મદદનીશ દેવેન્દ્ર પટેલ તેમજ રાજુભાઈ બારીયા અને રમણભાઈ બારીયા માસ્ટર ટ્રેનર સહિત માસ્ટર ટ્રેનર્સ ઉપસ્થિત રહ્યા હતા.