Kapadvanj

કપડવંજ સેન્ટ્રલ બેંકમાં ગ્રાહકોને હિન્દી ભાષામાં જ બોલવાની ફરજ પાડવામાં આવી રહી છે

અધિકારીઓની મનમાની વચ્ચે સુવિધાઓનો અભાવ*
વડોદરા: કપડવંજ નગરમાં મોટા હનુમાનજી મંદિર પાસે આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં સુવિધાના નામે મીંડુ છે.બેંકમાં આવતા ગ્રાહકો પોતાનું વાહન ક્યાં પાર્ક કરે તે એક મોટી સમસ્યા છે.તથા બેંકમાં તમામ એસી બંધ હાલતમાં હોય ગરમીની સિઝનમાં તથા ચોમાસાની સિઝનમાં વરસાદ બાદ ભારે ઉકળાટ ભર્યા વાતાવારણમાં ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ટાફનું ગ્રાહકો પ્રત્યેનું વર્તન ખૂબ જ ખરાબ હોવાને કારણે ગ્રાહકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.બેંક ગુજરાતમાં હોય સામાન્ય રીતે લોકો ગુજરાતી ભાષામાં જ બોલવાથી ટેવાયેલા છે.ત્યારે અભણ ગ્રાહકોને હિન્દી ભાષામાં જ બોલવાની ફરજ પાડવામાં આવી રહી છે.ઉચ્ચ સત્તાવાળાઓ દ્વારા આ બાબતે સઘન ચેકીંગ કરી ગ્રાહકોના હિતમાં નિર્ણય લે તેવી ગ્રાહકોની માંગણી છે.

Most Popular

To Top