Charchapatra

ફૂટપાથ પર પહેલો અધિકાર કોનો?

સર્વોચ્ચ અદાલતના એક ચુકાદામાં પગપાળા રાહદારીઓ માટે અબાધિત અને સલામત ફૂટપાથના અધિકારને જીવનના અધિકારનો હિસ્સો માન્યો છે. પરંતુ ફૂટપાથના અભાવે કે તેના પર ગેરકાયદે દબાણોના કારણે વૃદ્ધો, બાળકો, દિવ્યાંગોને રસ્તા પર ચાલવું પડે છે. ત્યાં પણ દબાણો હોય છે તેથી અકસ્માત થતા હોય છે. બંધારણે નાગરિક માત્રને દેશમાં ગમે ત્યાં નિર્બાધ ફરવાનો અધિકાર તો આપ્યો છે. પરંતુ અસલામત રસ્તા અને ફૂટપાથનાં દબાણોના કારણે રસ્તાઓ અસલામત થઈ ગયા કે શહેરોની ચોથા ભાગની વસ્તી પગપાળા રાહદારીઓની હોવા છતાં આપણા શહેરી આયોજનમાં  ફૂટપાથની પાયાની જરૂરિયાતને કોઈ સ્થાન જોવા મળતું નથી. ફૂટપાથ સમાવેશી અને બાધામુક્ત હોવી જોઈએ પણ ફૂટપાથ અને રસ્તા પર દબાણો છે. ફૂટપાથ વૈકલ્પિક સગવડ નથી પણ અનિવાર્ય આવશ્યકતા છે તે સાદું સચ કોઈને સમજાતું નથી. જે શહેરમાં હાલ કાર્યરત ઉચ્ચ અધિકારીઓ સમજશે એવી અપેક્ષા.
અડાજણ, સુરત – એન.ડી. ભામરે– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top