Vadodara

બાજપાઈ નગર-1માં દુર્ગંધ અને દૂષિત પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશો માર્ગ પર ઉતર્યા

વડોદરા કોર્પોરેશન વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન

PMAY હેઠળ બનાવાયેલા આવાસોમાં ગટર અને પીવાના પાણીનું ભેળસેળ થતા આરોગ્ય પર સંકટ

વડોદરા: વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં સેવાસી નજીક પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વસાવાયેલા બાજપાઈ નગર-1 હાઉસિંગ વિસ્તારમાં ગંદા અને દૂષિત પાણીની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. વડોદરા શહેર વિકાસ સત્તા મંડળ દ્વારા નિર્મિત આ આવાસોમાં પીવાનું પાણી ગટરના પાણી મિશ્રિત થઈ જતાં રહીશો હાનિકારક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.

ઉકેલ ન મળતા રહીશો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. આમ આદમી પાર્ટી ના આગેવાન વિરેન રામીની આગેવાનીમાં સ્થાનિકોએ “હાય રે કોર્પોરેશન, હાય હાય”ના નારાઓ સાથે વિરોધ કરીને શાંતિપૂર્ણ વિરોધ વ્યક્ત કર્યો હતો. વોટરલોગિંગ, દુર્ગંધ અને તંદુરસ્તી સંબંધિત સમસ્યાઓ કારણે રહેવાસીઓ જીવ જીવવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે.


વિરેન રામીએ જણાવ્યું કે, ”ગટર લાઇનનું ખોદકામ છેલ્લા ઘણા મહિનાઓથી અધૂરું છે. પરિણામે ગંદું પાણી રસ્તા પર ભરાઈ રહે છે અને રહેવાસીઓના ઘર સુધી પહોંચે છે. પીવાના પાણીમાં ગટર નું પાણી ભળતા લોકો શ્વાસ અને ચામડીના રોગો સાથે ત્રાસી ઉઠ્યા છે.”
સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારતાં જણાવ્યું કે જો આ સમસ્યાનો તુરંત ઉકેલ નહીં આવે, તો આગામી દિવસોમાં તેઓ વડોદરા મહાનગર પાલિકાની કચેરી બહાર તાળાબંધી જેવા પગલા ભરશે.
હવે જોવાનું એ રહેલું છે કે સ્થાનિકોએ ઉઠાવેલા પ્રશ્નો મુદ્દે VMC કેટલો ગંભીરતા સમજી કાર્યવાહી કરે છે. જો તાત્કાલિક પ્રશ્નો હલ નહીં થાય તો અન્યાય સામે જન આંદોલન વધુ ઉગ્ર કરવામાં આવશે.

Most Popular

To Top