Vadodara

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વિશ્વામિત્રી નદી પરના નદી પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ :

ગુજરાતની 21 નદીઓ પૈકી 17મો વિશ્વામિત્રી નદી પરનો 80 મીટર લંબાઈ ધરાવતો પુલ :

40 મીટરના બે સ્પાન એસબીએસ પદ્ધતિનો ઉપયોગ કરી પુલ બનાવાયો :


( પ્રતિનિધી )વડોદરા,તા.6

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રાજ્યના વડોદરામાં આવેલો વિશ્વામિત્રિ નદી પરનો પુલ પૂર્ણ થયો છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં નિર્ધારિત 21 નદીના પુલોમાંથી આ સત્તરમાં નદી પુલ તરીકે વિશ્વામિત્રિ નદી પરનો પુલ પૂર્ણ થયો છે. આ પુલ જેની લંબાઈ 80 મીટર છે, તે વડોદરા સુરત વેસ્ટર્ન રેલ્વેની મુખ્ય લાઇનને સમાંતર છે. આ પુલમાં ત્રણ થાંભલા છે. એક નદીના પ્રવાહમાં સ્થિત છે અને બે નદીના દરેક કાંઠે, એક-એક છે.

વડોદરા શહેરની શહેરી દ્રશ્યરેખા દ્વારા પસાર થતો આ પુલ વડોદરા જીલ્લા માટે મહત્વપૂર્ણ નિર્માણના ઘટકરૂપે સેવા આપે છે. વડોદરા એક સૌથી વ્યસ્ત શહેરી કેન્દ્ર છે અને શહેરમાંથી પસાર થતો એક પુલ નિર્માણ કરવા માટે વિશિષ્ટ યોજના પાલિકા અને અન્ય સ્થાનિક પ્રાધિકારીઓ સાથે સંકલન જરૂરી હતું. બુલેટ ટ્રેનની લાઈનદોરી વિશ્વામિત્રિ નદીમાંથી વડોદરા વિસ્તારમાં અને આસપાસમાં 9 અલગ અલગ સ્થળોએ પસાર થાય છે. મુખ્ય નદીના પુલ ઉપરાંત, બાકી આવેલા 8 ક્રોસિંગમાંથી 3 ક્રોસિંગ પહેલેથી જ પૂર્ણ થઈ ચુક્યાં છે અને અન્ય સ્થળોએ તાત્કાલિક નિર્માણ કાર્ય ચાલુ છે. વધુમાં એમએએચએસઆર કોરિડોરમાં કુલ 25 નદીના પુલ છે, જેમાંથી 21 પુલ ગુજરાતમાં અને 4 મહારાષ્ટ્રમાં છે. ગુજરાતમાં નિર્ધારિત 21 નદીના પુલમાંથી, નીચેની નદીઓ પરના 17 પુલ પૂર્ણ થઈ ચુક્યા છે : પાર (વલસાડ જીલ્લો), પુર્ણા (નવસારી જીલ્લો), મીંઢોળા (નવસારી જીલ્લો), અંબિકા (નવસારી જીલ્લો), ઔરંગ (વલસાડ જીલ્લો), વેંગણિયા (નવસારી જીલ્લો), મોહર (ખેડા જીલ્લો), ધાધર (વડોદરા જિલ્લો), કોલક (વલસાડ જિલ્લો), વાત્રક (ખેડા જીલ્લો), કાવેરી (નવસારી જીલ્લો), ખરેરા (નવસારી જીલ્લો), મેશ્વ (ખેડા જીલ્લો), કીમ (સુરત જીલ્લો), દારોઠા (વલસાડ જિલ્લો), દમણ ગંગા (વલસાડ જીલ્લો) અને વિશ્વામિત્રી (વડોદરા જીલ્લો)નો સમાવેશ થાય છે.

નદીના પુલની મુખ્ય વિશેષતાઓ :

1.લંબાઈ: 80 મીટર

2.તેમાં 40 મીટરના બે સ્પાન છે, જે SBS (સ્પાન બાય સ્પાન ) પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે.

3.થાંભલાની ઊંચાઈ – 26 થી 29.5 મીટર

4.ત્રણ ગોળાકાર થાંભલા- 5.5 મીટર વ્યાસના

5.દરેક થાંભલા પર 1.8 મીટર વ્યાસ અને 53 મીટરની લંબાઈવાળા 12 પાઇલ્સ મૂકવામાં આવ્યા છે

6.આ નદી વડોદરા બુલેટ ટ્રેન સ્ટ્રેશનથી લગભગ 3 કિમી દૂર છે

7.વડોદરા જિલ્લામાં પૂર્ણ થયેલ અન્ય નદી પુલ ઢાઢર નદી પર છે (120 મીટર)

Most Popular

To Top