Vadodara

રૂ.46.95 કરોડની ઠગાઇમાં આરોપીના જામીન નામંજૂર

રૂ.46.95કરોડ થી વધુ રકમની ઠગાઇ ના સાયબર ક્રાઇમ ના ગુનામાં સંડોવાયેલા આરોપીના જામીન નામંજૂર કરતી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ

પોતે રજીસ્ટર્ડ બ્રોકરેજ એજન્ટ હોવાનું દર્શાવી ફરિયાદીને શેરબજારમાં રોકાણ કરાવી મોટી રકમ ટ્રાન્સફર કરી રૂ 30,00,000મેળવી ગુનો કર્યો હતો

(પ્રતિનિધિ) વડોદરા તા.05

સીઆઇડી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ગાંધીનગર માં બી.યુ.ડી.એસ.અને આઇ ટી એક્ટ ની કલમો મુજબ નોધાયેલા ગુનામાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ચામુંડા સોસાયટીમાં રહેતા રાહી જશુભાઇ કોટક દ્વારા ફરિયાદીને સોશિયલ મીડિયા (વોટ્સએપ) થકી સંપર્ક કરી પોતાને કાલ્પનિક કંપની ‘સિટાડેલ એલ.એલ.સી’ ના અધિકારી હોવાનું જણાવી રજીસ્ટર્ડ બ્રોકરેજ એજન્ટ નો દાવો કરી L.LC, અને ફરિયાદીને “SVIP સ્ટોક માર્કેટ ટિપ્સ ગ્રુપ” નામના વોટ્સએપ ગ્રુપમાં ઉમેર્યો અને તેને વિવિધ કંપનીઓના શેરમાં રોકાણ કરવા માટે સૂચના આપી, અને આ રીતે, પ્રથમ માહિતી આપનારને આરોપીઓ દ્વારા વિવિધ વોટ્સએપ ગ્રુપમાં ઉમેરીને રૂ. 46,95,90,010/- ની રકમનું રોકાણ કરાવી રૂ.30લાખ મેળવી ગુનો કર્યો હોય આરોપી ધવલ હસમુખભાઈ ઠક્કરના જામીન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ની કોર્ટ દ્વારા નામંજૂર કરાયા છે.

આ કામના આરોપીઓએ ફરિયાદીયોગેશભાઇ જીણાભાઇ દેસાઇ રહે.સાગ્રીલા લક્ઝરી એપાર્ટમેન્ટ, ગોરવા નો વોટસએપ મારફતે સંપર્ક કરી પોતે ભારત ખાતે આવેલ CITADEL LLC ની મુંબઇ બ્રાંન્ચના વંદના કપુર અને આલોક દેવ દેસાઇ તરીકે ઓળખ આપી અને તેઓની કંપની રજીસ્ટ્રર બ્રોકરેજ ફર્મ તરીકે કામ કરતી હોવાનુ જણાવી પ્રથમ “SVIP Stok Market Tips Group” નામના વોટસએપ ગ્રુપમા એડ કરી વિવિધ શેરોની રોકાણ કરવા ટિપ આપી રોકાણના રૂપિયાના નફા સાથે કંપનીની વેબસાઇટના ખાતામાં જમા બતાવી ફરીયાદીને વધુ ને વધુ રોકાણ કરવા લલચાવી અલગ અલગ ટ્રેડમાં રોકાણ કરાવી CITADEL LLC કંપનીની વેબસાઇટના ખાતામાં ખુબ મોટો નફો બતાવી કરેલ રોકાણ માંથી 580 કરોડ રૂપિયા વિડ્રો કરવા માટે સર્વિસ ચાર્જ પેટે 15કરોડ રૂપિયા ભરાવી વેબસાઇટના ખાતામાં વિડ્રો રિક્વેસ્ટ કરાવી ફરીયાદીને વિવિધ કારણ બતાવી કુલ રૂ.58,87,03,57,095 ના 0.25 % ચેનલ ફી પેટે 14.70 કરોડ રૂપિયા ભરવાથી 580 કરોડ રૂપિયા ઉપાડી શકાશે તેવુ જણાવી આરોપીઓના અલગ-અલગ કુલ્લે રૂ.47,60,90,027- ભરાવડાવી તેમજ હાલના અરજદાર/આરોપી ધવલ હસમુખભાઈ ઠક્કરે સહ આરોપી વિપુલભાઇ ભેમાભાઇ પ્રજાપતી નાઓ સાથે મળી પોતાનુ કમીશન મેળવવા માટે તેની સાથે કેટરીંગનુ કામ કરતા અજય મોતીભાઇ સાગઠીયાના નામે બેંક ખાતુ ખોલાવી બદલામાં 50 હજાર રૂપિયા આપવાની લાલચે તેના નામે સાગઠીયા ટ્રેડર્સ પેઢી ઉભી કરી પંજાબ નેશનલ બેંકમાં ખાતાનો ઉપયોગ ગેમીંગ સટ્ટા તથા છેતરપીંડીના રૂપિયા સગેવગે કરવા સારુ થતો હોવાનુ જાણવા છતા તે બેંક ખાતાની કીટ અરજદાર/આરોપી ધવલ હસમુખભાઇ ઠક્કર નાએ મેળવી સહ આરોપી રાહી જશુભાઇ કોટકને આપી વેબસ્કેન મારફતે ખાતાનો એક્સેસ નાસતા ફરતા આરોપી સાહીલ નામની વ્યક્તીએ આપી બેંક ખાતામાં ફરિયાદી સાથે થયેલ છેતરપીંડીના તા.27-11-2024ના રોજ રૂ.30,00,000 ખાતામાં જમા કરાવડાવી રૂપિયા વિડ્રોલ કરી કમીશન પેટે મેળવી લઈ આરોપીઓએ એક સંપ થઇ રોકાણના રૂપિયા પરત નહી આપી વિશ્વાસધાત છેતરપીંડી કરી ગુનો આચરેલ જેમાં અરજદાર આરોપી દ્વારા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરતાં સરકાર તરફે ડીજીપી અનિલ દેસાઇ ની રજૂઆત અને પૂરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવાનો હૂકમ કર્યો છે.

Most Popular

To Top