1500ની વસતી ધરાવતું ગામ લોકભાગીદારીથી ચાલે છે
તિઘરા ગામની વસતી 1500 જેટલી છે. અહીં 1400નું વોટિંગ થાય છે. ગામના અનેક લોકો બહાર હોય ત્યારે ગામની વસતી માત્ર 1500 હોવાનું મનાય છે. જો કે, વિદેશ ગયેલા ગ્રામજનો ગામના વિકાસ માટે હંમેશાં ફાળો આપતા રહે છે. ગામની એકમાત્ર ગુજરાતી સ્કૂલમાંથી જ ભણીને કણબી પટેલો અમેરિકા ગયા છે. ત્યારે તેઓ સતત સ્કૂલના વિકાસમાં ફાળો આપતા રહે છે. તેમના દ્વારા સ્કૂલને કમ્પ્યુટર લેબ પણ બનાવી આપી છે. સ્કૂલનું ફ્લોરિંગ સુધારી આપ્યું છે. તેમજ તેમના દ્વારા તેમના ફળિયાનો રોડ પર પોતાના ખર્ચે જ બનાવાયો છે. ત્યારે ગામમાં એનઆરઆઇઓનું મોટું યોગદાન જોવા મળે છે.
અમેરિકામાં તિઘરા ગામના વતનીઓનું રિયુનિયન

તિઘરા ગામના મહત્તમ લોકો અમેરિકામાં છે. અમેરિકામાં ગામના 40થી વધુ પરિવારો સ્થાયી થયા છે. ગામના વતનીઓ સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઇન્ડિયા તો આવતા જ હોય છે, પરંતુ તેઓ અમેરિકામાં પણ ગામના લોકોનું રિયુનિયન કરે છે. અમેરિકામાં તેઓ છૂટાછવાયા રહે છે, પરંતુ દર વર્ષે એક વખત તેઓ એક સ્થળે મળે છે અને બેથી ત્રણ દિવસ સાથે રહી વિવિધ ઉત્સવો અને રંગારંગ કાર્યક્રમો કરે છે, જેમાં તિઘરા ગામથી પણ કેટલાક સમૃદ્ધ લોકો અમેરિકામાં તેમના રિયુનિયનમાં ભાગ લેવા જાય છે. તેમના આ રિયુનિયનમાં તેઓ ગરબાથી લઇ નાટકો અને એક્ટિક મિમિક્રી જેવા વિવિધ કાર્યક્રમો કરે છે. જેના થકી તેઓ એક ગામના એક પરિવારની ભાવના ઊભી કરે છે.
પીવાના પાણી માટે મિનરલ વોટર પ્લાન્ટ

તિઘરા ગામમાં વર્ષોથી પોતાનો મિનરલ વોટરનો પ્લાન્ટ ચાલી રહ્યો છે. 1 હજાર લિટરની ક્ષમતાવાળો આ પ્લાન્ટ ગામના લોકોને પીવાનું પાણી પૂરું પાડી રહ્યો છે. જેના કારણે કોઇએ પણ પોતાના ઘરમાં અલાયદો પ્લાન્ટ લગાવવો પડતો નથી. ગામની આ વિશેષ ખાસિયત છે. આ પ્લાન્ટ પણ ગામની સમૃદ્ધિ દર્શાવે છે. જેના કારણે ગામના લોકોને ઘરબેઠા સ્વચ્છ પાણી મળી રહે છે. ગામના લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ પર અન્ય પર આધાર રાખતા નથી. તેઓ પોતે જ પોતાની સુવિધા ઊભી કરી દેતા હોય છે. ગામનાં મહત્તમ ઘરમાં સોલાર સિસ્ટમ પણ છે. જેના કારણે તેમને વીજળીનો કાપ પણ સહન કરવો પડતો નથી. પોતાની રીતે જ ગામના લોકો પગભર થઇ ગયા છે. જેના કારણે પણ આ ગામ વિશેષ બન્યું છે.
મુસ્લિમોનો મહોલ્લો અને મસ્જિદ પણ છે

તિઘરા ગામમાં વર્ષોથી મુસ્લિમોની પણ થોડી વસતી છે. તેઓ ઘાંચીવાડ મહોલ્લામાં રહે છે. અહીં તેમની એક મસ્જિદ પણ છે. તેઓ ગામમાં દૂધમાં સાંકળની જેમ ભળીને રહે છે. ગામની કોમી એકતા પણ વિશેષ છે.
ગામમાં કેરી, ચીકુ અને ડાંગરનું ઉત્પાદન વધુ થાય છે
તિઘરા ગામમાં 80 ટકા ખેતી આંબાની થાય છે. અહીં પટેલોની મોટી મોટી આંબાની વાડી છે. ત્યારબાદ અહીં થોડી ચીકુવાડી પણ છે અને ત્યારબાદ કેટલાક લોકો અહીં ડાંગરની પણ ખેતી કરે છે. જો કે, ગામમાં સૌથી મોટી આવક કેરીની થાય છે. કેરીની મોસમમાં શાંત ગામમાં મોટી ચહલપહલ જોવા મળે છે. અહીંથી રોજ હજારો કિલો કેરી દેશ-દુનિયામાં જાય છે, એમાં પણ ગામના લોકોને રોજગારી મળી રહે છે. આ સિવાય અન્ય સિઝનમાં ગામમાં ચીકુ અને ડાંગરનો પાક લેવાય છે. તેમજ ગામના યુવાનો આજુબાજુનાં ગામોમાં અને ગુંદલાવ જીઆઇડીસીમાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.
આ છે ગામનું ગૌરવ
તિઘરા ગામની સ્કૂલમાં જ અભ્યાસ કરી બે યુવાનો ડોક્ટર બન્યા છે, જેમાં મનોજકુમાર રમેશભાઇ હળપતિ તબીબ છે. જેઓ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. જ્યારે ડો.હેમલ રમેશભાઇ હળપતિ પીએચ.ડી. થયા છે. જેઓ નિઝર તાલુકાની સરકારી મોડેલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ બંને યુવાન ગામના અન્ય યુવાનો માટે પ્રેરણાનું ઉદાહરણ બન્યા છે.
ગામનાં મહિલા ભાનુબેન વાપીનાં જાણીતા ઉદ્યોગપતિ

તિઘરા ગામના વતની એવાં ભાનુબેન પટેલ હાલ વાપીમાં કેમિકલની ફેક્ટરી ચલાવે છે. તેમના પતિ દિનકરભાઇએ વાપીમાં કેમિકલ ફેક્ટરી શરૂ કરી હતી. જો કે, તેમના નિધન બાદ આખી ઇન્ડસ્ટ્રીનો ભાર ભાનુબેને ઉઠાવી લીધો હતો અને તેઓ પોતે આખી કેમિકલ ફેક્ટરી ચલાવે છે અને તેને નવી ઊંચાઇએ પણ પહોંચાડી છે. તેઓ પણ ગામનું ગૌરવ મનાય છે.
આ છે ગામનું ગૌરવ
તિઘરા ગામની સ્કૂલમાં જ અભ્યાસ કરી બે યુવાનો ડોક્ટર બન્યા છે, જેમાં મનોજકુમાર રમેશભાઇ હળપતિ તબીબ છે. જેઓ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. જ્યારે ડો.હેમલ રમેશભાઇ હળપતિ પીએચ.ડી. થયા છે. જેઓ નિઝર તાલુકાની સરકારી મોડેલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ બંને યુવાન ગામના અન્ય યુવાનો માટે પ્રેરણાનું ઉદાહરણ બન્યા છે.
અહીં રૂ.5ની ફી વાળું ટ્રસ્ટનું દવાખાનું
તિઘરા ગામના પટેલ પરિવારે અહીં દોઢ દાયકાથી ખાનગી ક્લિનિક ચાલુ કર્યું છે. આ ક્લિનિક દુર્લભ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે, જેમાં રૂ.5ની નજીવી ફી લઇને લોકોને રોગોની સારવાર અપાય છે. આ દવાખાનું ગામના લોકો માટે વરદાનરૂપ બન્યું હતું. જો કે, હાલ અહીં સરકારી આયુષ્યમાન આરોગ્ય મંદિર પણ શરૂ થઇ ગયું છે. તેમ છતાં આ ક્લિનિક આજે પણ ચાલે છે. રોજ ડોક્ટર એક કલાક આવે છે અને ગામના લોકોની તપાસ કરી તેમને યોગ્ય દવા આપે છે. આ ટ્રસ્ટ દ્વારા આ દવાખાના ઉપરાંત અન્ય દાન ધર્મનું પણ કાર્ય થતું રહે છે. સ્કૂલ્સમાં બાળકોને કપડાંથી લઇ ચોપડા સુધીની મદદ કરે છે. આ ટ્રસ્ટ ગામમાં જ નહીં, બીજા ગામમાં જરૂરિયાતમંદ સ્કૂલ્સને મદદ કરી રહ્યું છે. તાજેતરમાં તેમણે પારડીના એક ગામની આશ્રમશાળામાં વિદ્યાર્થીઓને ગાદલાંનું દાન કર્યું હતું.
તિઘરા ગામમાં જૂની ઢબના અને આધુનિક બંને પ્રકારનાં ઘર
તિઘરા ગામે આજેપણ મહત્તમ જૂની ઢબના લાકડાંની મોભવાળાં ઘરો જોવા મળે છે, પરંતુ આ સાથે અહીં અત્યાધુનિક ઘરો પણ જોવા મળી રહે છે. એનઆરઆઇના ગામમાં હવે અનેક ઘરો આધુનિક પણ બની રહ્યાં છે. જે લોકો ગામમાં વસે છે, તેઓ પોતાની સુખસુવિધા માટે આધુનિક મોર્ડન ઘરો બનાવી રહ્યા છે. આ સિવાય અહીં આદિવાસીઓનાં ઝૂપડાં પણ જોવા મળે છે. ગામમાં નાનકડા ઝૂપડાંથી લઇ આધુનિક પાકાં મકાનો સુધીના તમામ પ્રકારનાં તમામ દાયકામાં પ્રચલિત હોય એવાં ઘરો જોવા મળે છે, પરંતુ આ તમામ ઘરોની ખાસિયત એ છે કે, અહીં પટેલોના તમામ ઘરોનાં ઓટલા પર હિંચકા અચૂક જોવા મળી રહે છે.
અહીં રૂ.5ની ફી વાળું ટ્રસ્ટનું દવાખાનું
તિઘરા ગામના પટેલ પરિવારે અહીં દોઢ દાયકાથી ખાનગી ક્લિનિક ચાલુ કર્યું છે. આ ક્લિનિક દુર્લભ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે, જેમાં રૂ.5ની નજીવી ફી લઇને લોકોને રોગોની સારવાર અપાય છે. આ દવાખાનું ગામના લોકો માટે વરદાનરૂપ બન્યું હતું. જો કે, હાલ અહીં સરકારી આયુષ્યમાન આરોગ્ય મંદિર પણ શરૂ થઇ ગયું છે. તેમ છતાં આ ક્લિનિક આજે પણ ચાલે છે. રોજ ડોક્ટર એક કલાક આવે છે અને ગામના લોકોની તપાસ કરી તેમને યોગ્ય દવા આપે છે. આ ટ્રસ્ટ દ્વારા આ દવાખાના ઉપરાંત અન્ય દાન ધર્મનું પણ કાર્ય થતું રહે છે. સ્કૂલ્સમાં બાળકોને કપડાંથી લઇ ચોપડા સુધીની મદદ કરે છે. આ ટ્રસ્ટ ગામમાં જ નહીં, બીજા ગામમાં જરૂરિયાતમંદ સ્કૂલ્સને મદદ કરી રહ્યું છે. તાજેતરમાં તેમણે પારડીના એક ગામની આશ્રમશાળામાં વિદ્યાર્થીઓને ગાદલાંનું દાન કર્યું હતું.
સ્કૂલ માટે ખાનગી વાહન પર આધાર
હાઇવે નં.48થી નજીક એવા તિઘરા ગામમાં બસ આવે છે, પરંતુ મર્યાદિત સંખ્યામાં આવે છે. જેના કારણે ગામ બહારની સ્કૂલ્સમાં કે કોલેજમાં જવા માટે વિદ્યાર્થીઓએ ખાનગી વાહન પર જ આધાર રાખવો પડે છે. આ સિવાય ગામમાં કાયમ માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે મહત્તમ લોકો પોતાના જ વાહન પર અવરજવરનો આધાર રાખી રહ્યા છે.