આજે દરેક ક્ષેત્રમાં ભાવ વધારો થઈ રહ્યો છે. જીવન જરૂરીયાત વસ્તુ જેવી કે શાકભાજી-તેલ-લોટ-મરી-મસાલા-દૂધ-દહીં જેવી રોજીંદી વસ્તુ ભાવ વધારો મિડલ ક્લાસની કમર તોડી નાંખે છે. મોંઘવારી અને વ્યાજના દર ધીમે ધીમે વધતો જશે. તેમાં ઘટાડો થવાનો નથી, થોડું વિગતવાર જોઈએ. નીચલા ગરીબ વર્ગમાં જ વ્યક્તિ હોય અને દરેક વ્યક્તિ કમાતા હોય છે. કોઈ શાકભાજી વેચે, કોઈ ટેક્સટાઈલ માર્કેટમાં નોકરીએ જાય. કોઈ વડાપાઉંની લારી ચલાવે. તદુપરાંત ઘરથી લઈ બેંકમાં કે કોઈ હીરાની ઓફીસમાં ઝાડું-પોતા મારે આમ દરેક વ્યક્તિ કમાય છે. હવે જોઈએ મિડલ ક્લાસમાં ૧ કમાતો હોય અને ચાર ખાનાર હોય આ મિડલ ક્લાસ એવો છે કે નહીં કોઈને કહેવાય અને નહીં સહેવાય. મોંઘવારી ઘટાડવા કે વ્યાજ વધારવા સરકારના હાથમાં નથી. તેથી સાયકલ તો ડિમાન્ડ અને સપ્લાય પર ચાલે છે. મારુ અંગત માનવુ છે. સરકારે પણ ઉંમર વર્ષ 70 થઈ ગઈ હોય એના તેના બેંકના સેવિંગ એકાઉન્ટમાં રૂ. 5000/- જમા થાય કે તેનાથી તે દવા-દૂધ તથા જમવાના ખર્ચ કાઢી શકે તેવું આયોજન કરવું જોઈએ.
સુરત – મહેશ આઈ ડોકટર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.