Gujarat

સુપ્રીમ કોર્ટના સીટીંગ જસ્ટીસ બિંદાલ અને ભૂયાનનો પારૂલ યુનિ.ના વિદ્યાર્થીઓ સાથે સંવાદ

સુપ્રીમ કોર્ટના જજની ૨૪, હાઇકોર્ટના જજની ૫૭, સુપ્રીમ કોર્ટના વકીલોની ૮૭ તથા હાઇકોર્ટના વકીલોની ૮૪ લેક્ચર સિરિઝનું સફ્ળ આયોજન

વડોદરા: ભારતમાં કોર્પોરેટ લૉ, ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, એનવાયર્નમેન્ટલ લૉ અને સાયબર લૉ સહિતના ક્ષેત્રોમાં લીગલ પ્રોફેશનલ્સની માગ સતત વધી રહી છે. ક્રોસ-બોર્ડર ટ્રેડ, ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન એન્ડ કમ્પલાયન્સ માટે વૈશ્વિક બજારો પણ લીગલ એક્સપર્ટ્સનો સહયોગ ઇચ્છે છે. આ પરિસ્થિતિમાં નેક A++ અને ગુજરાત સરકાર દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સનો પ્રતિષ્ઠિત દરજ્જો ધરાવતી પારૂલ યુનિવર્સિટી ઇન્ડસ્ટ્રીની આવશ્યકતા મૂજબ સ્પેશિયલાઇઝ્ડ લીગલ એજ્યુકેશન અને રિસર્ચની તકો દ્વારા માગને પૂર્ણ કરી રહી છે.

યુનિ.એ વિધાર્થીઓને ભારતના ટોચના રાજકીય નેતાઓ સાથે મળીને અલગ-અલગ મહત્વપૂર્ણ વિષયો ઉપર સંવાદ કરવાની તક આપતાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સાથે “વન નેશન, વન ઇલેક્શન’’ બીલ અંગે યુનિ. કેમ્પસમાં એક રસપ્રદ કાર્યક્રમ યોજ્યો હતો. તેમાં અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, “વન નેશન, વન ઇલેક્શન’’ બીલ ઐતિહાસિક અને પરિવર્તનકારી છે.
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનો કાયદાના વિધાર્થીઓ સાથે વન નેશન, વન ઇલેક્શન વિશે સંવાદ

QS I-GAUGE ઇન્ડીયન યુનિવર્સિટી રેટિંગ્સમાં ડાયમંડ રેટિંગ ધરાવતી યુનિ. ફાઇનાન્સ, ટેક્નોલોજી, હેલ્થકેર, ગવર્નમેન્ટ, કોર્પોરેટ સહિતના ક્ષેત્રોમાં લીગલ પ્રોફેશનલ્સ માટે ઉપલબ્ધ તકો, નવા ટ્રેન્ડ, પડકારો અંગે વિદ્યાર્થીઓને એક્સપર્ટ્સ પાસેથી માર્ગદર્શન મળી રહે તેના માટે નિયમિતરૂપે લેક્ચર સિરિઝનું આયોજન કરે છે. આ પહેલ અંતર્ગત સુપ્રીમ કોર્ટના જજની 24 લેક્ચર સિરિઝ, હાઇકોર્ટના જજની 57 લેક્ચર સિરિઝ, સુપ્રીમ કોર્ટના વકીલોની 87 તેમજ હાઇ કોર્ટના વકીલોની 84 લેક્ચર સિરિઝ યોજાઇ છે. યુનિ.ની લૉ ફેકલ્ટીના ક્વોલિટી એજ્યુકેશનથી પ્રભાવિત થઇને બેન્કીંગ અને ફાઇનાન્સ સેક્ટરમાં કાર્યરત 77 બેંક ઓફ્સિર્સે કાયદાનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત 250 જજે ફેકલ્ટી ઓફ લૉમાંથી માસ્ટર્સ કર્યું છે, જે યુનિ. માટે ગૌરવની વાત છે.

અનુભવી ફેકલ્ટીઝના માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની સખત મહેનતના પરિણામ સ્વરૂપે ઇન્સ્ટિટ્યૂટ ઓફ લૉના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ નીલ રામી, પ્રિયંક પરમાર અને અનુષ્કા સિંઘે પ્રતિષ્ઠિત ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલ-19 પરીક્ષા પાસ કરીને વકીલ બન્યાં છે. આ ઉપરાંત 15 વિદ્યાર્થીઓએ ડીસ્ટ્રીક્ટ લીગલ સર્વિસિસ ઓથોરિટી, વડોદરા તથા 16 વિદ્યાર્થીઓએ ડીસ્ટ્રીક્ટ લીગલ સર્વિસિસ, રાજસ્થાનમાં ઇન્ટર્નશીપ મેળવી છે. આ ઉપરાંત એડવોકેટ ભાવના નિર્બાન સહિત 8 વિદ્યાર્થીઓએ ફોરફોલ્ડ લીગલમાં ડ્રીમ જોબ પ્રાપ્ત કરી છે. યુનિ. દ્વારા આયોજિત પ્રથમ ઇન્ટરનેશનલ મીડિએશન કોમ્પીટીશનમાં દિલ્હી હાઇકોર્ટના માનનીય જસ્ટીસ ગિરીશ કથપલિયા અને ગુજરાત હાઇ કોર્ટના વર્તમાન જજ માનનીય જે.સી. દોશીએ ભારતીય લીગલ સિસ્ટમમાં મીડિએશનની ઉભરતી મહત્વતા વિશે સંબોધન કર્યું હતું.

એબીબી, એલેમ્બીક, એલએન્ડટી, સનફાર્મામાં સોશિયલ વર્કના વિધાર્થીઓનું પ્લેસમેન્ટ

પારૂલ યુનિ.ના સોશિયલ વર્કના વિદ્યાર્થીઓના જબરદસ્ત પ્લેસમેન્ટના ટ્રેક રેકોર્ડને જાળવી રાખતાં આ વર્ષે પણ ૧૦૦ ટકા પ્લેસમેન્ટની અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ થઇ છે. સોશિયલ વર્કના ઓમ જાદવને સફારી અને એમએસડબલ્યુની વિદ્યાર્થીની ખુશી બારોટને શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં આકર્ષક પેકેજ સાથે જોબ ઓફર થઇ છે. તે ઉપરાંત એબીબી, એલેમ્બીક, એલએન્ડટી, સનફાર્મા સહિતની દેશ-વિદેશની પ્રતિષ્ઠિત કંપનીઓએ યુનિ.ના વિદ્યાર્થીઓની પ્રતિભામાં વિશ્વાસ મૂકતાં તેમને જોબ ઓફર કરી છે અને ઘણાં વિદ્યાર્થીઓને પેઇડ ઇન્ટર્નશીપ મળી છે.

Most Popular

To Top