World

ChatGPTએ યુઝર્સની વાતચીત ગૂગલ પર લીક કરી, એક ફીચરને લીધે બન્યું આવું…

ચેટજીપીટી યુઝર્સની પ્રાઇવેટ ચેટ્સ ગુગલ સર્ચમાં દેખાય છે. લાખો લોકોએ ચેટજીપીટી સાથે કરેલી વાતચીત ગુગલ પર દેખાય છે. ગુગલ પર આ ઇન્ડેક્સિંગ તે ચેટ્સનું છે જે કોઈની સાથે શેર કરવામાં આવી હતી. ચેટજીપીટી પરની કોઈપણ વાતચીત ગુગલ પર સર્ચ કરી શકાય છે.

આ ચેટ ચેક કરવા chatgpt.com/share પર શોધી શકાય છે. એટલે કે, જો તમે આ કોડ સાથે માનસિક સ્વાસ્થ્ય અથવા અન્ય કોઈ વાતચીત શબ્દ શોધશો. તો તમને તેનાથી સંબંધિત ચેટ્સ દેખાવા લાગશે.

જો કે, આ વાતચીતો સરળ છે અને તેમાં ઓછી વ્યક્તિગત વિગતો છે. લોકોના કન્વર્સેશન ગુગલ પર જોવા મળે છે લોકોએ ચેટજીપીટી પર માનસિક સ્વાસ્થ્ય, સેક્સ લાઇફ, કારકિર્દી સલાહ, વ્યસન, શારીરિક શોષણ અને અન્ય વિષયો વિશે વાત કરી છે. ગૂગલ સર્ચ પર આ બધા વિષયો સાથે સંબંધિત વાતચીતો મળી જાય છે. જોકે, ચેટજીપીટીએ આ ચેટ્સ જાણી જોઈને લીક કરી નથી.

આ બધું એક ફીચરને કારણે થઈ રહ્યું છે. વાસ્તવમાં, જે લોકો ચેટજીપીટી વાતચીત શેર કરે છે તેમની ચેટ્સ ગૂગલ પર લિસ્ટ થઈ રહી છે. આ ફીચરનો ઉપયોગ કરીને વાતચીતની એક લિંક જનરેટ થાય છે, જેને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા વોટ્સએપ પર શેર કરી શકાય છે.

આ સર્વિસને લોકોને તે વાતચીત ચાલુ રાખવાનો વિકલ્પ આપે છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે જો તમે તે વાતચીત કાઢી નાખો છો તો પણ વિગતો કેશ પેજ પર ઉપલબ્ધ રહેશે. લીક થયેલી મોટાભાગની વાતચીતમાં કોઈ વ્યક્તિગત માહિતી હોતી નથી. જો કે, જો કોઈએ વાતચીતમાં નામનો ઉપયોગ કર્યો હોય તો તે પણ ગૂગલ પર મળી શકે છે.

ઓપનએઆઈના એક કર્મચારીએ કહ્યું કે તેમણે આ સુવિધા દૂર કરી દીધી છે. તેમણે કહ્યું કે આ એક પ્રયોગ હતો. જો તમે પણ ચેટજીપીટીનો ઉપયોગ કરો છો તો તેના પર ઇન્કોગ્નિટો મોડ પણ ઉપલબ્ધ છે, જેનો તમે ઉપયોગ કરી શકો છો. ઉપરાંત વાતચીત શેર કરવા માટે લિંક જનરેટ કરવાને બદલે, તમે કોપી પેસ્ટનો ઉપયોગ કરી શકો છો.

Most Popular

To Top