Dakshin Gujarat

દમણની આ 8 હોટલ અને ગેસ્ટ હાઉસ સામે પોલીસની મોટી કાર્યવાહી

દમણઃ સંઘપ્રદેશ દમણ પોલીસ વિભાગ દ્વારા પ્રદેશના 8 જેટલા ગેસ્ટ હાઉસ, હોટલ અને ગેસ્ટ બંગલા સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરી છે.

  • દમણ પોલીસે પ્રદેશના 8 જેટલા ગેસ્ટ હાઉસ, હોટલ અને ગેસ્ટ બંગલા સામે દાખલ કર્યો ગુનો
  • પર્યટકોની અધૂરી માહિતી અને ઓળખના જરૂરી પુરાવાઓ વગર જ રૂમ ભાડે આપતા હોવાનું તપાસમાં ખુલ્યું

આગામી સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખી દમણ પોલીસ વિભાગ દ્વારા 1 ઓગસ્ટના રોજ રાત્રે જાહેર સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દમણના વિવિધ વિસ્તારમાં આવેલ ગેસ્ટ હાઉસ, હોટલ, ગેસ્ટ બંગલો તથા હોમ સ્ટે જેવા રહેણાંક એકમો પર સઘન ચેકિંગ કાર્ય હાથ ધર્યું હતું. જેમાં 200 થી વધુ જેટલા એકમો પર રૂમ ભાડે લેનાર મહેમાનોનું રજીસ્ટર, ઓળખના પુરાવાઓ, સી.સી.ટીવી કેમેરા સહિતની તપાસ કરવામાં આવી હતી.

આ સાથે 100 થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની પણ ચકાસણી કરાઈ હતી. જ્યાં પોલીસે તપાસ દરમિયાન દમણના 8 જેટલા ગેસ્ટ હાઉસ, હોટલ અને ગેસ્ટ બંગલા સામે મહેમાનોની એન્ટ્રીના રજીસ્ટર અધૂરા હોવાનું, મહેમાનોના ઓળખ કાર્ડ ન હોવાનું, રૂમ ભાડે આપ્યા બાદ જવાબદાર સંચાલકનું જગ્યા સ્થળ પર ન હોવાનું, હોટલમાં નોકરી પર રાખવામાં આવેલા માણસોના પોલીસ વેરિફિકેશનનો અભાવ તથા સી.સી.ટીવી કેમેરાના અભાવને જોતા સંચાલકો સામે કલેક્ટરના આદેશ નું ઉલ્લંઘન કરવા બદલ ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરી હતી.

દમણની કઈ હોટલ અને ગેસ્ટ હાઉસ સામે નોંધાયો ગુનો?
દમણ પોલીસે જે હોટલ અને ગેસ્ટ હાઉસ સામે ગુનો દાખલ કર્યો છે તેમાં ડાભેલની હોટલ મેટ્રો, કચીગામ ની હોટલ લોટસ, નાની દમણની હોટલ ગોકુલ, નાની દમણ મરવડની હોટલ સિલ્વર, દેવકા કડૈયાની જશ વિલા ગેસ્ટ હાઉસ, લામોજીલા હાઉસ, દેવકા શિવ શક્તિ બંગલો સોસાયટીના બંગલો નંબર 19, 20 અને 35 સામે એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે. મોટી દમણ જામપોર સ્થિત ઠાકોર ગેસ્ટ હાઉસમાં માન્ય પરમિટ વગર મોટી માત્રામાં સંગ્રહિત કરાયેલ દારૂ બિયરનો જથ્થો મળી આવતા દારૂના જથ્થાને એક્સાઈઝ વિભાગને સુપરત કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

Most Popular

To Top