કોઈ નાનું બાળક રડતું હોય કે તોફાન મસ્તી કરતું હોય તો મા તેને શાંત પાડવા માટે સમજાવે કે ધમકાવે છતાં ન સમજે તો મારપીટ કરતી હોય છે. આ બધું ખોટું છે. બાળકને સમજાવો નહીં પરંતુ પ્રેમથી તેની તકલીફ સમજો. બાળક જો વધુ રડતો હોય તો તેની તકલીફ જાણવા માટે ડૉક્ટર પાસે લઈ જાવ. પહેલાંના જમાનામાં બાળક રડતું હોય તો મા તેને પારણામાં ઝુલાવતી અને હાલરડું ગાતી એટલે બાળક સૂઈ જતો, આજના આધુનિક જમાનાની યુવતીઓ લગ્ન કર્યા પછી મા બને અને જે સંતાન પેદા થાય તેને કેવી રીતે રમાડવું. પાલન કરવું તે નથી આવડતું અરે! બાળકને સુવડાવવા માટેનું હાલરડું તો ભુલાય જ ગયું અને બાળકને સુવડાવવા માટે હાથમાં મોબાઈલ આપી દે છે. પછી સંસ્કાર ક્યાંથી જન્મે, આમ બાળકોને સમજાવો નહીં પરંતુ સમજવાનો પ્રયત્ન કરો.
તરસાડા, માંડવી- પ્રવીણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.