Charchapatra

માલદીવ્સ અને અન્ય દેશોને ક્રેડિટ લાઈન વિશે

ભારતે માત્ર માલદીવ્સ ને જ નહીં પરંતુ દુનિયાના 68 દેશોને 32 બિલિયન ડોલરની ક્રેડિટ લાઈન આપી છે, જે ભારતના વિદેશી ભંડોળ (સોના સહિત) ના પાંચ ટકા કરતાં પણ ઓછી છે. સુદાન, બુરુન્દી અને રવાન્ડા સહિતના 42 આફ્રિકન દેશોને કુલ 12 બિલિયન ડોલરની ક્રેડિટ લાઈન આપી છે. બાંગ્લાદેશ, બર્મા(મ્યાનમાર), નેપાળ તથા શ્રીલંકાને કુલ 12.25 બિલિયન ડોલરની ક્રેડિટ લાઈન આપી છે. ક્રેડિટ લાઈન જે હેતુ માટે અપાઈ હોય તે માટે જ તેનો ઉપયોગ થઈ શકે. ઋણી દેશો તો પોતાના દેશોમાં કામ કરતી કંપનીઓને એક નાણાકીય વ્યવસ્થા પૂરી પાડે છે.

ક્રેડિટ લાઈન ઉપયોગ કરવા માંગતી કંપનીઓએ જે તે વિદેશમાં રજીસ્ટ્રેશન કરાવી અનેક વિગતો અને માહિતી પૂરી પાડવી પડે છે. યુદ્ધ સામગ્રી ખરીદવા, શેર બજારમાં રોકવા, અન્ય દેશોનું દેવું ચૂકવવા કે શિક્ષણ ક્ષેત્રે કોઈ દેશ વિદેશને ક્રેડિટ લાઈન આપતું નથી. વીજળી ઉત્પન્ન કરવા લોન આપતા તો બેંકો પણ ગભરાય છે, સિવાય કે વીજળી ખરીદ કરાર જે તે દેશ કે રાજ્ય તૈયાર હોય. ભારતને ગંગા સફાઈ માટે વર્લ્ડબેંક તથા જર્મનીની મલ્ટીપલ લોન મળી છે અને વખતોવખત અહેવાલ પ્રસિદ્ધ થાય છે.

ખેતીથી કરિયાણાની દુકાન અને ટાંકણીથી માંડીને મશીનરીનો વ્યવસાય ક્રેડિટ લાઈન પર ચાલે છે. ક્રેડિટ લાઈન એક પૂર્વ મંજૂર લોન છે જે ગણતરીપૂર્વકના જોખમ લેવાનું સાહસ આપે છે. ક્રેડિટ લાઈન આપનાર દેશની કંપની ને જ ક્રેડિટ લાઈન લેનાર દેશ બહુધા માળખાગત સુવિધા માટે કામ આપશે કે દેશનો માલ ખરીદશે એ શરતે અપાય છે. સ્થાનિક નાગરિકોને રોજગારી, સ્થાનિક સ્રોત, શોષણ અને ઉપયોગ અને સ્થાનિક નાગરિકોને માળખાગત સુવિધા મળે સાથે જ પોતાના દેશના ઉદ્યોગપતિ કે વ્યવસાયોને પણ કામ મળે છે.
અમદાવાદ – કુમારેશ.કે.ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top