Kapadvanj

પાંખીયા ત્રણ રસ્તાથી મોટર સાયકલ ચોરનારને મુદ્દામાલ સાથે ઝડપી લેતી કપડવંજ રૂરલ પોલીસ ટીમ

કપડવંજ કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૨૦૪૦૨૮૨૫૦૨૪૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ.૩૦૩(૨) તા.૨૭/૦૬/૨૦૨૫ ના કામે ફરીયાદી સુરેશભાઇ કાંતિભાઇ પરમાર રહે.ગોકાજીના મુવાડા તાબે.અંતિસર તા.કપડવંજ જી.ખેડાનું બજાજ કંપનીનું ડિસ્કવર મો.સા.નં. જી.જે.૦૭.બી.એમ.૬૫૭૬ પાંખીયા ત્રણ રસ્તા પાસે શાકભાજીની દુકાન આગળથી કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી ગયા હતા. જે અનુસંધાને એ.આર.ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર, કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ કપડવંજ રૂરલ પોલીસ ટીમ ચોરીની મોટર સાયકલ તથા સંડોવાયેલા આરોપીઓને સત્વરે શોધી કાઢવા પ્રયત્નશીલ હતા.દરમ્યાન આજરોજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને આ.હેડ.કો મનુભાઇ બાબુભાઇ તથા અ.પો.કો.હાર્દીકને મળેલી સંયુક્ત બાતમી હકીકત આધારે ઉપરોક્ત ગુનાના કામે ચોરી થયેલું બજાજ કંપનીનું ડિસ્કવર મો.સા. નં.જી.જે. ૦૭.બી.એમ.૬૫૭૬ તથા ચોરી કરનાર આરોપી (૧) અલ્કેશકુમાર ઉર્ફે ફફો સ/ઓ દિલીપભાઇ ઉર્ફે ભલાભાઇ ઝાલા તથા (૨) ગોવિદભાઇ ઉર્ફે કાબો સ/ઓ ઇશ્વરભાઇ રાઠોડ બંને રહે.સુણદા ગામ સિમ વિસ્તાર નવીનગરી તા.કપડવંજને ચંન્દ્રનગર લાટ ખાતેથી પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.

Most Popular

To Top