ચાંગુર જેવી સક્રિય ગેંગ વિદેશી પૈસાથી લોકોનું ધર્માંતરણ કરે છે તે હિન્દુઓની સુરક્ષા માટે મોટો ખતરો
દેશમાં વધતી વસ્તી માટે બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમોની ઘૂસણખોરી એક મુખ્ય કારણ

( પ્રતિનિધી )વડોદરા,તા.31
વડોદરા શહેર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ અને ઓજસ્વિની
વડોદરા મહાનગર દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ખુબ જ મોટી સંખ્યામા કાર્યકરો તથા બહેનોએ ઉપસ્થિતિ રહી અને સરકાર પાસે હિન્દુ સુરક્ષા માટે વસ્તી નિયંત્રણ ની માંગ કરવામાં આવી હતી.

હિન્દૂઓની સુરક્ષા માટે હિન્દૂ સંગઠનો મેદાનમાં આવ્યા છે. વડોદરા શહેરના હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેકટરના માધ્યમથી દેશના વડાપ્રધાનને આવેદન પત્ર મોકલવામાં આવ્યું હતું. જેમાં આગેવાનો દ્વારા જણાવાયું છે કે, ભારતના કોઈ પણ ભાગમાં હિન્દુ સમુદાય સુરક્ષિત નથી. દરેક હિન્દુ તહેવાર પર, કાર્યક્રમો પર, સરઘસો પર દેશના કોઈને કોઈ ભાગમાં કે દેશના કોઈ શહેરમાં હુમલાઓ થાય છે. તાજેતરમાં બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં રમખાણો થયા હતા જેમાં હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી. પહેલગામમાં મુસ્લિમોએ એક સુનિયોજિત આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો હતો, બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ થયેલા નરસંહાર પણ વસ્તીમાં અસંતુલનનું પરિણામ હતું. દેશમાં વધતી વસ્તી માટે બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમોની ઘૂસણખોરી એક મુખ્ય કારણ છે. આ ઘૂસણખોરીને રોકવી અને ઘૂસણખોરોને બહાર કાઢવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાંગુર જેવી સક્રિય ગેંગ જે વિદેશી પૈસાથી લોકોનું ધર્માંતરણ કરે છે તે પણ હિન્દુઓની સુરક્ષા માટે મોટો ખતરો છે. આ ઘટનાઓને જોતાં, હાલમાં બહુમતી હિન્દુ સમાજ તેના ધાર્મિક તહેવારો, સાંસ્કૃતિક મૂલ્યો અને અસ્તિત્વ પર સતત હુમલાઓને કારણે ગંભીર કટોકટીની સ્થિતિમાં છે. લઘુમતી તરીકે ઓળખાતા મુસ્લિમ સમુદાય, જ્યારે તેની વસ્તી 15 ટકા સુધી પહોંચે છે. ત્યારે, જ હિન્દુઓ પર હુમલો કરે છે. મુસ્લિમ સમુદાયની વધતી સંખ્યા હિન્દુઓ માટે એક મોટો ખતરો બની ગઈ છે. દેશમાં વધતી વસ્તી અને વસ્તીને કારણે ગંભીર જોખમોને જોતાં, ભારત સરકારે વસ્તી નિયંત્રણ માટે કડક કાયદા બનાવવાની જરૂર છે. જો કોઈ વ્યક્તિ એક કે તેથી વધુ પત્નીઓથી બે કરતા વધુ બાળકો પેદા કરે છે, તો તે પતિ-પત્ની માટે આજીવન કેદ જેવી કડક સજાની જોગવાઈ કરવી જોઈએ. આ સાથે, તેના પરિવારને ઉપલબ્ધ તમામ સરકારી સુવિધાઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને મતદાનનો અધિકાર પણ નાબૂદ કરવો જોઈએ, આવી કડક સજાના ડરથી દેશમાં વધતી વસ્તીને રોકી શકાય છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની આ માંગ માત્ર ભારતમાં હિન્દુઓની સુરક્ષા માટે જ નહીં, પરંતુ ભારતના વિકાસ અને સમૃદ્ધિ માટે પણ જરૂરી છે. તેથી, આટલો કડક કાયદો બનાવીને, ભારતનું વિકસિત રાષ્ટ્ર બનવાનું સ્વપ્ન ટૂંક સમયમાં પૂર્ણ થશે.