ડભોઇ: લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે એ ન્યાયે ડભોઈમાં ઓન લાઈન રોકાણ માં મોટી લાલચ આપી ઓન લાઈન એપ્લિકેશન એકટીવ થઈ હતી. જેમાં કોઈ સરનામું કે આધાર પુરા વગર મોટા રોકાણ આપવામાં આવતું હતું. જેમાં દાખલા તરીકે ₹૨૫ ૦૦૦નુ રોકાણ કરવામાં આવે તો રોજ ₹ ૯૦૦નુ વળતર આપવામાં આવતુ હતું.

કહે છે છેલ્લા દોઢ વર્ષથી આ યોજનામાં લોકો રોકાણ કરી રહ્યાં હતાં. ડભોઇ પંથકમાં કેટલાક ઈસમો આ યોજનામાં રોકાણ કરાવતા હતા અને કેટલાક ઈસમો દેખાદેખી રોકાણ કરી રહ્યા હતાં. બે દિવસથી ઓન લાઈન એપ્લિકેશન બંધ થતા રોકાણકારોને પોતે છેતરાયાનો એહસાસ થયો હોવાની ચર્ચાએ ડભોઇ પંથકમાં ચકચાર જગાવી છે.

કહે છે ડભોઇ પંથકમાં છેલ્લા દોઢ વર્ષ થી એલ.આઇ.ટી. નામની કંપનીમાં ઓનલાઈન રોકાણ કરાવતા હતા અને ઓનલાઈન જે તે રોકાણકારો ના ખાતામાં રોજનુ રોજ વળતર આપતા હતા. ડભોઇ પંથકમાં કહે છે અઢી કરોડ ઉપરાંતમા રોકાણકારો ટાઢા પાણી એ ન્હાયા હોવાની ચર્ચા ઓ ઉઠી છે. કહે છે આ આંકડો વધી શકે છે ડભોઇ નગર માં LIT ની ચર્ચા ઓ ખુબ ઉઠવા પામી છે અને દિવસે ની દિવસે વધુ ગેરરિતી બહાર આવશે એમ લાગી રહ્યું છે.