પારૂલ યુનિવર્સિટીની લિબરલ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા લિટરેચર ફેસ્ટ 3.0 નું સફળ આયોજન
15,000થી વધુ સાહિત્ય પ્રેમીઓએ લિટરેચર ફેસ્ટનો લાભ લીધો
વડોદરાઃ નેક A++ માન્યતા ધરાવતી પારૂલ યુનિવર્સિટીના લિબરલ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા વડોદરા લિટરેચર ફેસ્ટીવલનું સફળ આયોજન કરાયું હતું. આ વર્ષે ફેસ્ટીવલમાં લોકપ્રિય રાજસ્થાની લોક ગાયિકા અને અભિનેત્રી ઇલા અરૂણ, જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક રાજદીપ સરદેસાઇ તેમજ ભારતીય પેરાલિમ્પિક કમીટીના પૂર્વ પ્રેસિડેન્ટ અને પેરાલિમ્પિક ગેમ્સમાં મેડલ વિજેતા દીપા મલિક સહિતની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. તેમણે પ્રેરણાદીય વક્તવ્યો દ્વારા વિદ્યાર્થીઓને મોટા સપના જોવા, રચનાત્મક બનવા તથા વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરીને જીવનમાં લક્ષ્ય તરફ મક્કમ મનોબળથી આગળ વધવા પ્રોત્સાહિત કર્યાં હતાં.
આ વર્ષે સમગ્ર ભારતમાંથી 15,000થી વધુ લોકોએ આ વાઇબ્રન્ટ ફેસ્ટીવલની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત 200 મહાનુભાવો સાથે એક્સપર્ટ ટૉકની સાથે ફિક્શનથી લઇને બાયોગ્રાફી, ટ્રાવેલ બ્લોગથી લઇને કૂકિંગ બુક્સ સહિતના વિષયોને આવરી લેતાં 5,000થી વધુ પુસ્તકોની રજૂઆત થઇ હતી.
આ ફેસ્ટીવલમાં વિવિધ થીમ અને વિષયો ઉપર આયોજિત અન્ય કાર્યક્રમોમાં શ્રીમતી રાધિકારાજે ગાયકવાડ, બેસ્ટ સેલિંગ ઓથર જેફરી આર્ચર, પદ્મશ્રી અને લેખક યેશે દોરજી થોંગચી તથા સોશિયલ મીડિયા પર્સનાલિટી અને લેખિકા પ્રાજક્તા કોલી સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓ સાથે અલગ-અલગ વિષયો ઉપર સંવાદ કર્યો હતો ગુજરાત સરકાર દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સનો પ્રતિષ્ઠિત દરજ્જો ધરાવતી પારૂલ યુનિ.એ કોમર્સ અને આર્ટ્સ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે વન-સ્ટોપ-ડેસ્ટીનેશન તરીકેની મહત્વપૂર્ણ ઓળખ હાંસલ કરી છે.
લિટરેચર ફેસ્ટમાં ઇલા અરૂણ, રાજદીપ સરદેસાઇ અને દીપા મલિકનું પ્રેરણાદાયી વક્તવ્ય
યુનિ.માં ઓફર કરતા વિવિધ કોર્સિસ
કોમર્સ ઃ બીકોમ, બીકોમ (ઓનર્સ), એમકોમ, બીકોમ-એમકોમ (CAની તૈયારી સાથે), ઇન્ડસ્ટ્રી એમ્બેડેડ-બીકોમ આર્ટ્સ : બીએ, બીએ (ઓનર્સ) અને એમએના અભ્યાક્રમોમાં જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન, પોલિટીકલ સાયન્સ, સાઇકોલોજી, સોશિયોલોજી, ઇકોનોમિક્સ, જીયોગ્રાફી, ડિજિટલ મીડિયા એન્ડ કમ્યુનિકેશન
જર્નાલિઝમના વિધાર્થીઓને ટાઇમ્સ નાઉના સુશાંત સિન્હાની ટીપ્સ
એબીપી ન્યુઝના જાણીતા એન્કર અને પત્રકાર ચિત્રા ત્રિપાઠી તેમજ ટાઇમ્સ નાઉ નવભારતના કન્સલ્ટીંગ એડિટર સુશાંત સિન્હા સાથે જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનના વિદ્યાર્થીઓને સંવાદ કરવાની તક મળી, જેમાં તેમણે વિદ્યાર્થીઓ સાથે ફિલ્ડમાં નવા ટ્રેન્ડ, નવા મીડિયમના ઉદભવની સાથે-સાથે તેમના સમક્ષ ઉપલબ્ધ તકો, પડકારો અને જવાબદારીઓ વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી.
વિધાર્થીઓની કારકિર્દી માટે કોમર્સ ફેકલ્ટી દ્વારા સીએ અને સીએસની સંપૂર્ણ તાલીમ
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) અને ચાર્ટર્ડ ફાઈનાન્શીયલ એનાલિસ્ટ (સીએફએ) જેવી ખૂબજ મૂશ્કેલ પરીક્ષાઓમાં પાસ થવા માટે વિદ્યાર્થીઓને શરૂઆતથી જ સચોટ માર્ગદર્શન પૂરું પાડવા માટે યુનિ.એ ચાર્ટર્ડ સર્ટિફાઇડ એકાઉન્ટન્ટ્સ (એસીસીએ) સાથે જોડાણ કર્યું છે, જેથી તેઓ એકાઉન્ટ અને ફાઇનાન્સ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરવા સક્ષમ બની શકે. આ ઉપરાંત કોમર્સના વિદ્યાર્થીઓ માટે ટેલી, ઇઆરપી-9, જીએસટી જેવાં શોર્ટ-ટર્ન સર્ટિફાઇડ કોર્સિસ પણ ડિઝાઈન કરાયા છે, જેથી તેમની કુશળતામાં વધારો કરી શકાય.
બીકોમ-એમકોમ કોર્સીઝમાં જીએસટી અને ટ્રેડિંગની ટ્રેનિંગ દ્વારા પ્રેક્ટિકલ એક્સપોઝર