ડભોઇ: ડભોઇમાં શ્રાવણ માસના પ્રથમ દશ દિવસ દશામાંની સ્થાપના કરી ભક્તિભાવ સાથે પુજા અર્ચના કરવામાં આવે છે. ડભોઇ ના યમુના નગરમાં નિવૃત્ત સૈનિક અને હાલ રેલ્વે પોલીસ માં ફરજ બજાવતા અલ્પેશ પટેલ ધ્વારા પોતાને ત્યાં છેલ્લા ત્રણ વર્ષ થી દશામાંની મૂર્તિ બેસાડી ભક્તિભાવ સાથે પુજા અર્ચના કરવામાં આવે છે. આજે પાંચમા દિવસે દશામાંની મૂર્તિમાંથી એકાએક સિંદુર પડવા લાગતા આસ્થાનો વિષય હોય ત્યાં પુરાવાની શી જરૂર એમ ભક્તો દર્શન માટે ઉમટી પડયા હતા. સાથે સાથે દશામાંની મૂર્તિ સામે પાણીનો ગ્લાસ ધરાતા પાણી પીવાનો ચમત્કાર પણ જોવા મળ્યો હતો. આ વાતની ખબર વાયુ વેગે નગર માં પ્રસરતા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.