National

રાહુલ ગાંધીની ફિટનેસ અને એબ્સ તસવીરો જોઇને કોંગ્રેસી નેતાઓ થયાં ખુશ, ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ

કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધી ( RAHUL GANDHI) ની એક તસવીર સોશિયલ મીડિયા ( SOCIAL MEDIA) પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં તેમની ફીટનેસ અંગે દાવો કરવામાં આવી રહ્યો છે. તસવીરમાં રાહુલ ગાંધીની બોડી અને એબ્સ નજરે પડે છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની ફીટનેસ ખૂબ સારી છે. કોંગ્રેસના ઘણા નેતાઓએ પણ રાહુલ ગાંધીની આ તસવીર શેર કરી હતી અને તેમની પ્રશંસા કરી હતી. લોકો હવે આ તસવીરને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેમને ભારતના સૌથી ફીટ નેતા તરીકે ગણાવી રહ્યા છે.

આ તસવીર તે સમયની છે જ્યારે રાહુલ ગાંધી કેરળમાં માછીમારો સાથે માછલી પકડવા દરિયામાં કૂદી પડ્યા હતા. તેનાથી તેની આસપાસના માછીમારો ખૂબ ખુશ થયા. રાહુલ ગાંધીએ આ દરમિયાન બ્લુ ટી-શર્ટ અને ખાકી પેન્ટ પહેર્યા હતા.

જ્યારે તે દરિયો છોડ્યા પછી કાંઠે ભીના કપડા બદલતા હતા , ત્યારે તેની આ તસવીર લેવામાં આવી હતી. જેમાં તેમનું બોડી અને એબ્સ દેખાઈ રહ્યા હતા. આ તસવીર શેર કરતા કોંગ્રેસના પૂર્વ સાંસદ અને મંત્રી રાજીવ શુક્લાએ લખ્યું છે કે, આ તસવીરને ધ્યાનથી જુઓ, રાહુલ પાસે પણ એબ્સ છે. તે સમુદ્રમાં તરવા ઉતર્યા પછીની તસવીર છે.

તે જ સમયે, પૂર્વ બોક્સર અને કોંગ્રેસના નેતા વિજેન્દ્રસિંહે લખ્યું, એ બોક્સરના એબ્સ, લોકોના નિર્ભય અને યુવાન નેતા રાહુલ ગાંધી. રાહુલ ગાંધી તેમની બોટ પરથી અચાનક દરિયામાં કૂદી પડતાં તેમના સુરક્ષા કર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેમની શૂરક્ષાને લઈને ચિંતિત પણ હતા.

કોંગ્રેસના અધિકારીના દાવા મુજબ રાહુલ ગાંધી કોઈને કહ્યા વિના દરિયામાં કૂદી પડ્યા હતા , જેને જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા હતા . જોકે માછીમારો તે જગ્યાએ સમુદ્રમાં પહેલાથી હાજર હતા. રાહુલ ગાંધીએ માછીમારો સાથે લગભગ બે કલાક ગાળ્યા હતા અને ત્યાં બ્રેડ અને ફિશનો આનંદ માણ્યો હતો. રાહુલ ગાંધી માછીમારો સાથે તેમના જીવન અને તેમના પડકારો વિશે જાણવા સમુદ્રમાં પડ્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top