દરેક ભાષામાં ચિન્હો હોય છે.પૂર્ણવિરામ, અલ્પવિરામ, પ્રશ્નાર્થ ચિન્હ, ઉદ્ગારવાચક ચિન્હ, વિગેરે. ગુજરાતીમાં અને અંગ્રેજીમાં આ ચિન્હો સરખા હોય છે. આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે ચિન્હ બોલતા નથી. જેમ કે વાકય પૂરૂં થાય એટલે પૂર્ણ વિરામ એવું બોલતા નથી. કે પ્રશ્ન પૂછ્યા પછી છેલ્લે પ્રશ્નાર્થ ચિન્હ એવું બોલતા નથી. જ્યારે લખવામાં એ ચિન્હોનો ઉપયોગ કરવો પડે છે. અત્યારે એવી સિસ્ટમ નીકળી છે કે ટાઇપ ના કરીએ અને બોલીએ તો ટાઇપ થઇ જાય છે. ન્યૂઝમાં પણ નેતા બોલતા હોય અને સ્ક્રીન પર ટાઇપ થવા માંડે છે.
મોબાઈલમાં પોડકાસ્ટમાં જે વ્યકિત બોલતો હોય છે તેના બોલાતા વાક્યો ટાઇપ થતાં જતાં હોય છે. પરંતું તેમાં ચિન્હો આવતા નથી. વાક્યો અલ્પવિરામ, પૂર્ણ વિરામ કે પ્રશ્નાર્થ ચિન્હ પણ આવતા નથી.તેના માટે અલગથી બોલવામાં આવે તો લખાય છે. જે લોકો લેપટોપમાં બોલીને ટાઇપ કરવાવાળી સિસ્ટમથી કામ કરતા હોય છે તેઓ ચિન્હ બોલે છે. પરંતું જ્યારે લાઇવ વાતચીતથી ટાઇપ થતું હોય ત્યારે ચિન્હો બોલે તો કેવું લાગે! ગુજરાતી પોડકાસ્ટમાં જ્યારે સ્ક્રીનની નીચે વાક્યો લખાય છે, તે ધ્યાનથી વાંચજો. કોઈ ચિન્હ જોવા નહિ મળે. વળી બોલનારનું ઉચ્ચારણ શુદ્ધ ના હોય તો બોલનાર શું કહેવા માંગતો હોય અને લખાય શું!
ગોડાદરા, સુરત – પ્રવિણ પરમાર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.