જેતપુર પાવી: આજરોજ જેતપુર પાવી તાલુકાનો જીવાદોરી સમાન સુખી જળાશયમાં હાલ પાણીનું લેવલ 146.37 મીટર થતા ભારજ નદીમાં પાણી છોડાયું હતું.
ઉપરવાસમાં સતત વરસાદ થતાં સુખી ડેમના પાણી નું લેવલ વધતા ભારજ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું.
સુખી જળાશયમાં હાલ પાણીની આવક અને ઉપરવાસમાં ભારે વરસાદ ચાલુ હોવાને કારણે સુખી ડેમનો ગેટ નંબર-5 જેને 30 સે.મી ખોલવામાં આવ્યો હતો.જેનાથી નદીમાં આશરે 1000 ક્યુસેક્સ પાણીનો જથ્થો ભારજ નદી માં છોડવામાં આવ્યું હતું. જેને લઇ નિચાણના વિસ્તારો ના ગામ. કિકાવાડા, ડુંગરવાંટ, ઘુટીયા, ગંભીરપુરા, પાલિયા, સજોડ, મોટીબેજ, નાનીબેજ, ઠલકી, વાઘવા, હુડ, વદેશિયા, ખાંડીયા અમાદર, કોલિયારી, લોઢણ, મોટી રાસલી, નાની રાસલી, સિહોદ વિસ્તારના લોકોને નદી કિનારાથી દુર સલામત સ્થળે રહેવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું.