Godhra

કાંકણપુર આર્ટસ અને કોમર્સ કોલેજમાં યુવાનો માટે સહકારી તાલીમ વર્ગ સંપન્ન થયો

પ્રતિનિધિ ગોધરા તા.27

ગુજરાત રાજ્ય સહકારી સંઘ, અમદાવાદની સહકારી શિક્ષણ યોજના અંતર્ગત અને પંચમહાલ જિલ્લા સહકારી સંઘ, ગોધરાના ઉપક્રમે કાંકણપુર ખાતે શ્રી જે. એલ. કે. કોટેચા આર્ટસ એન્ડ શ્રીમતી એસ. એચ. ગાર્ડી કોમર્સ કોલેજમાં છ દિવસીય યુવક સહકારી શિક્ષણ તાલીમ વર્ગનું સફળતાપૂર્વક સંપન્ન થયો

આ કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્ય ડૉ. જગદીશ પટેલે શાબ્દિક પ્રવચન આપ્યું હતું. જિલ્લા સંઘના વાઇસ ચેરમેન ખુમાનસિંહ ચૌહાણે પ્રાસંગિક પ્રવચનમાં સહકારી પ્રવૃત્તિમાં રહેલી રોજગારીની વિપુલ તકો પર ભાર મૂક્યો હતો. તેમણે યુવાનોને સહકારી ડિપ્લોમા અને ડિગ્રી કોર્સ કરીને સારી નોકરી મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
જિલ્લા સંઘના ઓફિસર પારુલબેન સોલંકીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પ્રાકૃતિક ખેતી, મિલેટ્સ ઉત્પાદન, સહકારી મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ યોજનાઓ, રાષ્ટ્રીય કક્ષાની ત્રણ સંસ્થાઓ જેવી કે NCOL, NCEL, BBSSL, અને રાષ્ટ્રીય સહકાર નીતિ ૨૦૨૫ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.
આ છ દિવસીય વર્ગનું સંચાલન સંઘના સી.ઈ.આઈ. દેવેન્દ્રસિંહ સોલંકીએ કર્યું હતું, જ્યારે સહસંચાલન ડૉ.નીતિનભાઈ ધમસાણીયાએ કર્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.સાબતસિંહ પટેલે સફળતાપૂર્વક કર્યું હતું. આ કાર્યક્રમમાં ગોવિંદગુરુ ટ્રાઇબલ ચેરના કોર્ડીનેટર મહેશભાઈ રાઠવા કોલેજના પ્રાધ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top