આજે આપણે ‘કારગિલ વિજય દિન’તરીકે મનાવીએ છીએ. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવું આ ક્ષેત્ર સમુદ્રતળથી આશરે 15 હજાર ફૂટની ઊંચાઈ પર છે. જ્યાં બારેમાસ બરફ છવાયેલો રહે છે, સામાન્ય માણસને અહીં શ્વાસ લેવા ઘણો પરિશ્રમ કરવો પડે છે, 9 જાન્યુઆરી 1995 ના રોજ અહીં ટેમ્પરેચર -60° રેકોર્ડ થયું જેને કારણે ભારતીય લશ્કરને સરહદથી થોડુ દૂર ખસવાની ફરજ પડી. આ તકનો લાભ લઇ પાકિસ્તાની આર્મીએ ઘૂસણખોરી કરી ભારતીય સરહદની બરફીલી ટોચ પર 150 કિલોમીટર જેટલા વિસ્તારના ઘેરાવમાં ઉંચી ચોટીઓ પર કબજો જમાવી દીધો. જેને પાછા ખસેડવા તારીખ 20 મે 1995 ના રોજ ‘કારગિલ યુદ્ધ’ તરીકે યુદ્ધ જાહેર થયુ આ યુદ્ધમાં ઘણા સૈનિકો શહિદ થયાં બાદ 26 જુલાઈ 1999 ના રોજ યુદ્ધ પૂર્ણ થયું.
જેને આપણે ‘કારગિલ વિજય દિન ‘તરીકે મનાવીએ છીએ અહીં ‘કારગીલ મેમોરિયલ ‘નામની એક ઉંચી દિવાલ બનાવવામાં આવી છે. જ્યાં શહીદોનાં નામ સોનરી અક્ષરથી અંકિત કરવામાં આવ્યા છે અને ત્યાં નજીકમાં જ વીરભૂમિ નામની એક વિશાળ બર્ફીલી ટેકરી આવેલી છે આ ટેકરી પર શહીદ જવાનોની ખાંભીઓ ઊભી કરવામાં આવી છે દ્રશ્ય જોતા એમ લાગે કે જાણે અહીં ખાંભીઓનું જંગલ ઊગી નીકળ્યું હોય, દરેક ખાંભી ઉપર ક્રોસ તલવારના પ્રતિક સાથે શહીદોનાં બક્કલ નંબર, નામ, રાજ્ય અને શહીદીની તારીખ દર્શાવવામાં આવેલી છે. અહીં ‘કારગિલ વોર મેમોરિયલ’ નામનું એક મ્યુઝિયમ છે જ્યાં શહિદ જવાનોની આખરી નિશાની સ્વરૂપે તેઓની રાયફલ, કપડા, ટેંકો, બરફમાં બાંધવામાં આવતા ઈગલુઓ વિગેરે અવશેષ સ્વરૂપે સંગ્રહાલયમાં સચવાયેલા છે. આ યુદ્ધમાં ભારતીય સેનાના 1536 સૈનિકો વીરગતિને પામ્યા હતા. આ શહીદોને કારગીલ વિજય દિન નિમિત્તે સેલ્યુટ.
સુરત – રેખા.એમ.પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.