Charchapatra

વડા પ્રધાન મોદીની આરોગ્યની ચેતવણી

‘આપ ખાને કે તેલ મેં કટોટી કરતે હો, આપ અપને કો ફિટ રખતે હો તો વિકસિત ભારત યાત્રામાં આપણે બડા યોગદાન હોગા. ‘વડા પ્રધાન મોદીની રેડિયો પર અવારનવાર હિન્દીમાં આવી જાહેરાત સાંભળવા મળે છે. એ સાથે ખાવામાં ખાંડ અને મીઠાનો ઉપયોગ પણ બને એટલો ઓછો કરવો. તો તમે ચુસ્ત અને તંદુરસ્ત રહી શકો એમ છો. ચીની કમ નમક કમ’ આ સૂત્ર યાદ રાખો. વડા પ્રધાન બહુ લાંબું જુએ છે અને વિચારે છે. પ્રજાને અગાઉથી જાગૃત કરવાનો એમનો આશય છે. શરીરની કેટલીક ગંભીર બિમારી તેવી ખાંડ અને મીઠાને કારણે થાય છે.

એના વધુ પડતા સેવનથી બચીને રહીશું તો તંદુરસ્ત ભારત બનાવી શકીશું. ભારતની વિકાસયાત્રાને 2050 સુધીમાં સફળ બનાવી શકીશું. તા. 15મી જુલાઈના ‘ગુજરાતમિત્ર’ના પહેલા પાના પર આ બાબતે વિસ્તારથી ભારત સરકારની ચેતવણી પ્રકટ થઈ છે. દરેક ખાદ્ય પદાર્થની દુકાનદારે નાસ્તામાં કેટલા પ્રમાણમાં ખાંડ, તેલ અને મીઠાનો ઉપયોગ કરવામાં આવ્યો છે એની વિશેષ નોંધ રાખવી પડશે. પરંતુ પ્રજાએ પણ ખાવાની બાબતે ગંભીરતા ધારણ કરવી.
ગોપીપુરા, સુરત- જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top