નવી દિલ્હી, તા. 22 : જ્યોર્જિયાના બાટુમીમાં રમાઈ રહેલી ફિડે ચેસ મહિલા વર્લ્ડ કપ 2025માં કોનેરુ હમ્પી પછી હવે દિવ્યા દેશમુખ પણ સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સાથે, પ્રથમ વખત બે ભારતીય મહિલાઓ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. આ પહેલા રવિવારે કોનેરુ હમ્પી સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની હતી.સોમવારે રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં દિવ્યાએ હરિકા દ્રોણવલ્લીને હરાવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. દિવ્યા અને હરિકાના બંને ક્લાસિકલ મેચ ડ્રો રહ્યા હતા અને ટાઇ બ્રેકમાં દિવ્યાએ બંને મેચ જીતી હતી. હવે સેમિફાઇનલમાં તેનો સામનો તાન ઝોંગી સામે થશે. આ ટુર્નામેન્ટમાં કોનેરુ, હરિકા, આર. વૈશાલી અને દિવ્યા મળીને પહેલી વાર ચાર ભારતીય મહિલા ખેલાડીઓ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી હતી.