Sports

રિકી પોન્ટીંગે લોર્ડસમાં ગીલની આક્રમક વલણની કોહલી સાથે તુલના કરી

માન્ચેસ્ટર, તા. 22 : માજી બેટિંગ દિગ્ગજ રિકી પોન્ટિંગે ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન ભારતીય કેપ્ટન શુભમન ગિલના આક્રમક વલણને થોડું અયોગ્ય ગણાવીને કહ્યું કે તે પોતાની ટીમ માટે ઉભા રહેલા કેપ્ટનનું વલણ હતું. પોન્ટિંગે ગિલના આ વલણની તુલના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે કરી હતી.ત્રીજી ટેસ્ટમાં ત્રીજા દિવસની રમતના અંતે ઇંગ્લેન્ડના ઓપનર જેક ક્રાઉલી અને બેન ડકેટે સમય બગાડવાની રણનીતિ અપનાવી ત્યારે ગિલના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે આકરી પ્રતિક્રિયા આપી હતી. પોન્ટિંગે આઇસીસી રિવ્યૂને કહ્યું હતું કે જ્યાં સુધી હું ગિલને જાણું છું, તે તેના પહેલાના વર્તન કરતા થોડું અલગ હતું. મને ખાતરી છે કે બધા સહમત થશે કે તે સામાન્ય રીતે આવો નથી. જોકે, પોન્ટિંગે ગિલ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી અને કહ્યું હતું કે આ એક યુવાન કેપ્ટનનો પોતાની ટીમ માટે ઉભા રહેવાની બાબત છે.

Most Popular

To Top