વાઘોડિયાનું ગુતાલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયુ
ભયના ઓથાર વચ્ચે ગ્રામજનોએ સ્માર્ટ મીટરનો વિરોઘ ટાળ્યો
વાઘોડીયા:
વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે સ્માર્ટ મીટરો થકી લાખોનું બીલ ગ્રાહકોને માથે મારી દેવાતા ગ્રામજનો દ્વારા થોડા દિવસો અગાઉ વાઘોડીયા GEB કચેરીએ હંગામો થયો હતો. જોકે રીડિંગ અને ટેકનીકલ ઇસ્યુના કારણે વીજબિલ લાખોમાં આવી જતાં 200 ઉપરાંતના ટોળાએ વાઘોડિયા GEB કચેરીએ સ્માર્ટ મીટરો ઉખેડી કાઢવાની ચીમકી આપ્યા બાદ ગત રોજ સ્માર્ટ મીટર ઉખેડી નાખ્યા હતા. જે બાદ GEB ના અધિકારીઓએ ગુતાલ ગામે દોડી આવી વીજ ગ્રાહકો સાથે સમજાવટ કરી હતી. જોકે mgvcl વાઘોડીયા ગુતાલ ગામે ફરીથી મીટર બેસાડવા જાય અને ગ્રામજનો સાથે સંઘર્ષ સર્જાય તેવી સ્થિતિ પુરે પૂરી સર્જાવાની શક્યતાએ વાઘોડીયા પોલીસ પાસે Mgvclએ પોલીસ બંદોબસ્ત માંગતા ગુતાલ ગામે બપોરે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગ્રામજનોની અધિકારીઓ સાથે વાટાઘાટો થઈ હતી. જે બાદ જુના મીટરના રીડિંગ પ્રમાણે સ્માર્ટ મીટર રીડિંગ આવશે તેવો વિશ્વાસ આપી જુના મીટરો (ચેક મીટરો) સાથે નવા ઉખાડી ફેંકેલા સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગુતાલ ગામે કોઈ અનિચ્છિત બનાવ બને નહિ તે માટે ગામ આખુ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું સાથેજ mgvcl વાઘોડીયા દ્રારા ચેક મીટર અને સ્માર્ટ મીટરનું રીડિંગ સરખું જ આવશે અને યુનિટ માં વઘારો થશે તો ડિફોલ્ડ સ્માર્ટ મીટરને બદલી ગ્રાહકોને સંતોષ મળે તે પ્રકારની કામગીરીનો પાકો વિશ્વાસ આપી સ્માર્ટ મીટર અંગેની સમજણ આપ્યા બાદ ગ્રામજનોએ સ્માર્ટ મીટર લગાવવાની મંજૂરી આપતા mgvcl ના કર્મચારી, સ્ટાફ અને જિલ્લાના અધિકારીઓની હાજરીમાં ગુતાલ ગામે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ હતી. જોકે ગ્રામજનો દ્રારા બળાપો ઠાલવવામાં આવ્યો હતો કે અમે ગ્રાહકો છીએ, કોઈ આતંકવાદી નથી. જાણે અમે આતંકવાદી હોય તેમ અમારા ગામને પોલીસે બાનમા લઈ પોલીસના ધાડેધાડા ઉતારી પાડયા છે. ગ્રામજનોએ પોલીસ ધાડા જોઈ ચુપચાપ મિટર બેસાડવાની કામગીરી મૌન બની જોયા કરી હતી. ભયના ઓથારા વચ્ચે કેટલાક લોકોએ મીટર લગાવવાની કામગીરી રાજકીય કાવાદાવા સાથે જોડી દીધી હતી. બીજી તરફ સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સ્વેરછાએ અથવા તો પોલીસ ડર થી સ્માર્ટ મીટરના વિરોઘને ડામી બેસાડતા હોવાનો ઊભરો ઠાલવ્યો હતો. સાથેજ ગ્રામજનોએ શાસક પક્ષ અને રાજકીય આગેવાનો પર પણ પોતાનો રોષ પ્રગટ કરી ગુતાલ ગામને ષડયંત્રનો ભાગ ગણાવ્યો હતો,લોકોએ મૂંગા મોઢે સ્માર્ટ મીટર બેસાડવા દીધા હતા. જોકે ગામની ચુપકીદી આવનાર સમયમાં કોઈ મોટું આંદોલનને જન્મ આપે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.જેનો ભોગ રાજકીય આગેવાનો અને ચુંટાયેલા પ્રતિનિધિઓ બનશે તેવો અણસાર આવી રહ્યો છે.સરકાર ગરીબોના માથે સ્માર્ટ મિટર જબરજસ્તી લગાવી વિજગ્રાહકોની સિઘી લુંટ ચલાવતી હોવાનો બડાપો ગ્રામજનોએ ઠાલવ્યો છેજેનુ નિર્દોષ પ્રજા ભોગ બને છે અને ચુંટી લાવેલા પ્રતીનિઘીઓ તમાશો જુએ છે