Madhya Gujarat

નપદતળપદ કન્યાશાળા ડિજિટલ માધ્યમથી યોગા અભિયાનમાં જોડાઈ

      આણંદ: તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ,સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિરીંગના એન. એસ. એસ. વિભાગ, મણિબા ચેરીટેબલ ટ્રસ્ટ અને બ્લોક રિસોર્સ સેન્ટર (બી.આર.સી), આણંદના સંયુક્ત પણે “કરો યોગ રહો નિરોગ “ કાર્યક્રમનું આયોજન  તારીખ ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ સવારના ૯:૧૫  કલાકે ઓનલાઈન માધ્યમથી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભાવેશભાઈ જાદવ નપદતળપદ કન્યાશાળા, અને તેઓની સંલગ્ન શાળાના સી.આર.સી સંયોજક છે અને આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે જલદીપ કુમાર પટેલ બિ.આર.સી કોર્ડીનેટર કેજેઑઍ ઑનલાઇન માધ્યમથી જોડાઇ બધાનો ઉત્સાહ વધાર્યો હતો.

આ કાર્યક્રમના યોગા એક્સપર્ટ એવા મિ .પરેશ યાદવ અને આરતીબેન પટેલે “ફિટ ઇન્ડિયા મુવમેન્ટમાં યોગ અને યોગનું મહત્વ વિશે જ્ઞાન પીરસ્યું હતું અને આ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમની રૂપરેખાનેઆગળવઘારી હતી.વધુમાં આ કાર્યક્રમમાં નપદતળપદ કન્યાશાળાના વિધાર્થીઓ ,તેમજ પ્રાથમિક શાળાના તમામ  શિક્ષકો અને આચાર્યઓએ આ ઓનલાઇન યોગાના કાર્યક્રમમાં જોડાઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો.

આ ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા માટે , જલદીપ કુમાર પટેલ બિ.આર.સી સંયોજક,આણંદ તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકો, મણિબા ચેરીટેબલ ટ્રસ્ટના સંનિષ્ઠ ટ્રસ્ટ્રીઓ ,કર્મનિષ્ઠ સ્વંયમ સેવકો તેમજ સ્પેક, એન. એસ. એસ. ટીમના સ્વયંમ સેવકોએ  ભારે જહેમત ઉઠાવી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top