Charchapatra

અમેરિકાથી ડેરી પ્રૉડક્ટ આયાત કરવાની કોઈ જ જરૂર નથી

આપણે ત્યાં ડેરી ઉદ્યોગ માટે આપણી જરૂરિયાતના મોટાભાગનું આપણું જ દૂધ પૂરતું છે અમેરિકા દૂધની પ્રૉડક્ટ નિકાસ કરવાં આતુર છે પરંતુ જો અમેરિકા ભારત સાથે ડેરી પ્રૉડક્ટનો કરાર કરશે તો ભારતનાં પશુ પાલકોને જે  હજારો પરિવાર આ દૂધ પ્રૉડક્ટ પર નભે છે તેઓ પાયમાલ થઈ જશે ગુજરાતમિત્રમાં શ્રી સમકિત શાહનો લેખ ખરેખર ખૂબ જ પ્રશંસા પાત્ર છે જેણે અમેરિકાનાં દૂધની  ક્વોલિટી ગુણવત્તા અને ગાયોને અપાતા માંસાહાર ખોરાક વિષે વિસ્તારથી માહિતી આપી છે તેનાથી  જાણવા મળ્યું કે અમેરિકન ડેરી ઉત્પાદકો ગાયને ખોરાકમાં માંસાહાર ખોરાક આપે છે.

તેવું દૂધ જો ભારત આયાત કરે તો ભારતની પ્રજા કદી અપનાવશે નહીં. ભારત સરકાર પણ એવા કરાર કરવાનાં મૂડમાં નથી તેમ છતાં જો અમેરિકાના દબાણમાં આવી આવો કોઈ કરાર કરશે તો ભારતનાં તમામ પશુપાલકોની રોજી પર  આની ગંભીર અસર પડશે પશુપાલકોને પોષક ભાવ ન મળતા તેઓ એ ધંધો બંધ કરી દેશે પરિણામે કરોડો પશુઓ કટલ ખાને જશે એવી શક્યતા નકારી શકાય તેમ નથી. આપણે અમેરિકા સાથે ડેરી પ્રોડક્ટ આયાત કરવાની કોઈ જ જરૂર નથી અને તે માટે સરકાર કોઈ પણ દબાણમાં આવ્યા વિના મક્કમતાથી કરારથી દૂર જ રહે તેમાજ આપણા પશુપાલકોની ભલાઈ છે.
સુરત     – વિજય તુઇવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ધર્મ પરિવર્તનમાં વિદેશી ભંડોળનો મહત્વનો ભાગ
ચાંગુર બાબા પછી, પોલીસે એક ગેરકાયદેસર ગેંગને પકડી છે જે છ રાજ્યોમાં સક્રિય હતી. આમાં એક યુવતી સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને સિન્ડિકેટના સંકેત મળ્યા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દેશમાં ધર્મ પરિવર્તન અને લવ જેહાદનાં ઘણાં વધુ નેટવર્ક હોઈ શકે છે. જે આ ગેંગની જેમ, આતંકવાદી સંગઠનોની દેખરેખ હેઠળ વિદેશી ભંડોળ પર ચલાવવામાં આવી રહ્યા હોઈ શકે છે. ખાસ વાત એ છે કે તેઓ ભંડોળના આધારે આત્મઘાતી ટુકડીઓ તૈયાર કરે છે. સૌ પ્રથમ, FCRA કાયદા હેઠળ આવતી દાનની રકમ, જે મોટી રકમ છે, તે ધર્મ પરિવર્તન, લવ જેહાદ અને લેન્ડ જેહાદ માટે ખર્ચવામાં આવે છે.

FCRA કાયદો 1976 માં ઇન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન બનાવવામાં આવ્યો હતો. 2010 માં મનમોહન સરકારમાં તે કાયદાને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો. જ્યારે મોદી સરકારના આગમન પછી આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો. પરંતુ તેને નાબૂદ કરવામાં આવ્યો ન હતો. જ્યાં સુધી આ કાયદો સંપૂર્ણપણે નાબૂદ ન થાય ત્યાં સુધી ધર્માંતરણ, લવ જેહાદ અને લેન્ડ જેહાદ જેવી વૃત્તિઓ બંધ નહીં થાય. ચોરને નહીં, ચોરની માતાને માર મારવો જોઈએ. કેનેડા, દુબઈ, અમેરિકા અને અન્ય દેશોના ભંડોળને કારણે આ લોકો સક્રિય હતા. સરકારે કડક કાયદા બનાવા જોઈએ, કારણ જે આ જ સમયની જરૂરિયાત છે.
સુરત- કાંતિલાલ માંડોત– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top