વડોદરા: સુરસાગર સ્થિત શિવજીની વિશાળ પ્રતિમાને આગામી મહાશિવરાત્રીએ સોનાનો ઢોળ ચઢાવવાનું કામ શરૂ કરવામાં આવશે. આ અંગે પુલબારી નાકાથી સુરસાગર સુધી એક યાત્રા કાઢવામાં આવશે જેમાં કોવિડ-19ને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવશે જેમાં કોઇ ફ્લોટ નહીં હોય.
સુરસાગરની મધ્યમાં આવેલ પ્રતિમાંને અગાવ તાબાનો ઢોળ ચડાવવામાં આવેલો હવે દાતા મળી જવાથી શિવપ્રતિમાને સોનાથી મઢવામાં આવશે ત્યારે તેની ભવ્ય તામાં ચાર ચાંદ લાગી જશે મહાશિવરાત્રીથી શરૂ કરવામાં આવનાર સોનાનો ઢોળ ચઢાવવાનું કામ પગથી શરૂ કરવામાં આવશે.
ઢોળ ચઢાવવાની કામગીરી માટે શિવપ્રતિમાની ચારે તરફ પાલખ બાધવામાં આવી છે. સોનાના ઢોળ ચઢાવાના નિષ્ણાંત કારીગરો મહાશિવરાત્રી પર્વે વડોદરા આવી પહોંચશે પ્રતિમાને સોનાનો ઢોળ ચઢાવવાનું કામ નિપૂણતા માગી લીધેલું છે. આથી નિષ્ણાંત કારીગરોને બોલાવવામાં આવ્યા છે.