શો ટાઇમ પૂર્તિમાં હાસ્યકલાધાત્રી ઉમાદેવી ઉર્ફે ટુન ટુન વિશેનો રસપ્રદ અને જાણવા જેવો લેખ વાંચી ખુશી થઇ. ઉમાદેવી બે-ત્રણ વર્ષની હતી અને એનાં માતા-પિતા નવા એકના એક ભાઈની જમીન બાબતોના ઝઘડાને કારણે અન્ય લોકોએ હત્યા કરી નાંખી હતી. ઉમાદેવી બિચારી નોંધારી બની ગઇ. એનું પૂર્વાર્ધ જીવન કેટલું કરુણાજનક કહેવાય નહીં. યેન-કેન પ્રકારે એ મુંબઇ આવી. રાગ સારો હતો એટલે ફિલ્મોમાં ગીતો ગાવાની એને ખ્વાહિશ હતી. મહાન સંગીતકાર નૌસાદજીએ ઉમાદેવીને મદદ પણ કરી. પણ તે વખતે ઝોરારાભાઇ અંબાલેવાણી નૂરજહાં સુરૈયા તથા લતાજી જેવી દિગ્ગજ ગાયિકાઓ ફિલ્મોમાં ગાતી હતી.
એટલે નૌશાદજીએ ઉમા દેવીને અભિનય ક્ષેત્રે આગળ વધવાની સલાહ આપી. પોતાના ચરબીયુક્ત જાડા તનને કારણે એ મુખ્ય હિરોઇનો બની શકે એમ નહોતી. પણ હાસ્ય અભિનેત્રી બનવામાં એ સફળ રહી. ઉમાદેવીમાંથી ટુનટુન બનેલી હાસ્ય અભિનેત્રીએ ત્યાર બાદ પાછું વળીને જોયું નથી. 50થી 60ના દાયકામાં તો લગભગ પ્રત્યેક ફિલ્મમાં ટુન-ટુન હોય જ. જોની વોકર, મુકુજી, ધુમાલ તથા સુન્દર જેવા હાસ્ય કલાકારો સાથે એક મહિલા હાસ્ય કલાકાર તરીકે ટુન-ટુને લગભગ બસો ફિલ્મોમાં હાસ્યની છોળો ઉડાવી હતી. ટુન-ટુન વિશેના લેખ બદલ ધન્યવાદ.
સુરત – બાબુભાઈ નાઈ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આજે ય બોરવેલ ખુલ્લા પડયા છે
ગામડાંઓમાં ખેતરોમાં ખૂણેખાંચરે ખુલ્લા બોરવેલ અકસ્માતની રાહ જોઈ રહ્યા છે અને મજૂરોનાં બાળકોનો ભોગ લેવાય છે. કયારેય ખેતમાલિકોને નોટીસ મોકલતા નથી. તાળાવાળા ઢાંકણની જરૂર છે જે માટેની જવાબદારી જે તે માલિકની છે. માત્ર દંડ કરવાથી આવી કરુણ ઘટના અટકાવી શકાતી નથી. ભોગ બનેલાં બાળોકોનો બહાર કાઢવાનો ખર્ચ, બોરવેલ માલિકો પાસેથી વસૂલ કાયદા કાનૂન દ્વારા કરવો જોઈએ.
અડાજણ, સુરત – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.